મલિકનો દાવો:હું રાજ્યપાલ હતો ત્યારે આતંકી શ્રીનગરમાં ઘૂસી શકતા નહોતા : મલિક

જયપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરનો રાજ્યપાલ હતો ત્યારે કોઈ આતંકી શ્રીનગરની 50-100 કિલોમીટરની સરહદમાં પણ ઘૂસી શકતો નહોતો પણ હવે સ્થિતિ જુદી છે.

શ્રીનગરમાં આતંકીઓ ગરીબોને મારી રહ્યા છે, જે દુ:ખદ બાબત છે. મલિક ઓગસ્ટ 2018થી ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતા. આ દરમિયાન રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને રદ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યને વિભાજિત કરાયો હતો.

તેની સાથે જ મલિકે કૃષિ કાયદા અંગે ફરી એકવાર ખેડૂતોનો પક્ષ લીધો હતો. તેમણે કહ્યું કે ખેડૂતો સાથે વધારે પડતું થઈ રહ્યું છે. પાક વાવણીનો સમય છે અને તે દિલ્હીમાં પડ્યા છે. સરકારે તેમને સાંભળવા જોઈએ. એ સવાલ પર શું ખેડૂતોનો પક્ષ લેવા માટે તે રાજ્યપાલ પદ છોડી દેશે?

તેના પર મલિકે કહ્યું કે હું તો તેમની સાથે ઊભો છું, પદ છોડવાની કોઈ જરૂર નથી. જો જરૂર પડશે તો પદ પણ છોડી દઈશ. તેમણે કહ્યું કે જો કેન્દ્ર સરકાર ખેડૂતોને એમએસપીની ગેરન્ટી આપે તો હું મામલાનો ઉકેલ લાવી દઈશ.

અન્ય સમાચારો પણ છે...