તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Terrorists Captured From Lucknow Did Reiki At Ram Temple, Formed A Group Of New Youths And Conspired To Carry Out A Fidayeen Blast

આતંકીઓના નિશાને હતી રામ જન્મભૂમિ:લખનઉમાંથી પકડાયેલા આતંકીઓએ રામ મંદિરની રેકી કરી હતી, નવા યુવકોનું ગ્રુપ તૈયાર કરીને ફિદાયીન વિસ્ફોટનું ષડયંત્ર રચ્યું હતું

લખનઉ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AGHનો કમાન્ડર શકીલ છે ફરાર, 15 ઓગસ્ટ માટે તૈયાર કરી રહ્યો હતો માનવ બોમ્બ
  • મિનહાઝ અને મસીરુદ્દીન 14 દિવસના રિમાન્ડ પર
  • UPમાં સીરિયલ બ્લાસ્ટ કરવાના ષડયંત્રમાં હતા અલકાયદા
  • 5 જિલ્લામાંથી ATSએ આતંકીઓ સાથે જોડાયેલા 23 સંદિગ્ધ સ્લીપિંગ મોડ્યુલ ઉઠાવ્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રવિવારે પકડાયેલા અલકાયદાની વિંગ અંસાર અલકાયદા હિંદ (AGH)ના આતંકી મિનહાઝ અહમદ અને મસીરુદ્દીન ઉર્ફે મુશીરને ATSએ 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. બંનેની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસાઓ થયા છે.

IBના રિપોર્ટ મુજબ રામ મંદિર પર નિર્ણય આવ્યો જે બાદથી આ આતંકીઓ સીરિયલ બ્લાસ્ટનું ષડયંત્ર રચી રહ્યાં હતા. તેથી અલકાયદનું આ મોડ્યૂલ ઊભું કરાયું છે. તે માટે પહેલાં નવા યુવકોને ભર્તી કરવામાં આવ્યા, જે બાદ તેઓને ફિદાયીન ગ્રુપ માટે તૈયાર કરવામાં આવ્યા. તેઓને ઓછા પૈસામાં બોમ્બ બનાવવા માટે પ્રશિક્ષિત પણ કરવામાં આવ્યા. એવી પણ માહિતી મળી છે કે ગ્રુપમાં સામેલ 7 યુવકોએ બે વર્ષ પહેલાં અયોધ્યામાં બાઈક ફેરવીને રામ જન્મ ભૂમિ માટે રેકી પણ કરી હતી.

ATSએ સોમવારે બપોરે બંનેને લખનઉની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાં ATSએ રિમાન્ડ અરજી દાખલ કરી હતી. જેને અપર જિલ્લા જજ-3ની કોર્ટના જસ્ટિસ રામ યોગેન્દ્ર ગુપ્તાએ સ્વીકારી લીધી છે.

આતંકીઓનો કમાન્ડ શકીલ ફરાર
આ પહેલાં મિનહાઝ અને મસીરુદ્દીનની પૂછપરછમાં ATSને મહત્વના પુરાવાઓ મળ્યા છે. યુપીમાં અલકાયદાના આતંકી મોટા ષડયંત્રને પાર પાડવાના પ્રયાસમાં હતા. ATSનો દાવો છે કે બંને 15 ઓગસ્ટે સીરિયલ બ્લાસ્ટ અને માનવ બોમ્બ બનીને દેશમાં અનેક વિસ્ફોટો કરવાના ષડયંત્રમાં હતા. આ બંનેને AGHના યુપી કમાન્ડર શકીલ ઓપરેટ કરી રહ્યો હતો.

ATSને રવિવારે લખનઉના દુબગ્ગામાં આતંકીઓ હોવાના ઈનપુટ મળ્યા હતા.પરંતુ ઘેરાબંધી પહેલાં જ શકીલ ભાગી ગયો હતો. મિનહાઝ અહમદ અને મસીરુદ્દીન પકડાયા હતા. ATS શકીલની શોધખોળ ચાલી રહી છે.

કાનપુરમાં ATSની કાર્યવાહી, 6ની ધરપકડ
UP ATSએ કાનપુરમાં મોટી કાર્યવાહી કરી છે. અહીં ATSએ આતંકીઓના એક સાથે ઈરશાદ સહિત 6 લોકોની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈરશાદ 15 ઓગસ્ટે થનારા સીરિયલ બ્લાસ્ટમાં મિનહાઝ અને મસીરુદ્દીનની મદદ કરી રહ્યો હતો. જ્યારે પેચબાગનો રહેવાસી લઇક અને એક અન્ય કેરિયર છે. રહેણાંક વિસ્તારમાં રહેતા આ તમામ સ્લીપર સેલ છે. યુપી કમાન્ડર શકીલના ઈશારો મળતા જ બોમ્બ અને દારૂગોળો નક્કી કરાયેલી જગ્યાએ પહોંચાડવાના હતા.

ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બંને આતંકીઓને કોર્ટમાં હાજર કરાયા હતા
ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બંને આતંકીઓને કોર્ટમાં હાજર કરાયા હતા

શકીલે બ્લાસ્ટનું પ્લાનિંગ કર્યું હતું
ATSએ છેલ્લાં 24 કલાકમાં શકીલની તપાસમાં લખનઉ, કાનપુર, મેરઠ, દેવબંધ અને બારાબંકીમાં દરોડા પાડ્યા છે. મિનહાઝ અને મસીરુદ્દીન પાસેથી મળેલા ઈનપુટથી સ્પષ્ટ છે કે આ લોકોના નિશાને પ્રદેશના પ્રમુખ મંદિર, સ્મારક, રેલવે સ્ટેશન અને 15 ઓગસ્ટના કાર્યક્રમમાં ભાગ લેનારાઓ રાજનેતા તેમજ પોલીસ કર્મચારી હતા. આ લોકોએ આખા પ્રદેશમાં લગભગ ડઝન જેટલાં સ્થાનોને ટાર્ગેટ કરી બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. તેના માટે તેમના સ્લીપિંગ મોડ્યૂલ્સ સંપૂર્મ રીતે સક્રિય થઈ ગયા હતા.

સુરક્ષા એજન્સીઓએ 23 સંદિગ્ધોને ઉઠાવ્યા
સુરક્ષા એજન્સીઓએ કાનપુર, સહારનપુર અને લખનઉમાંથી લગભગ 23 સ્લીપિંગ મોડ્યુલ્સને ઉઠાવીને પૂછપરછ કરી રહ્યાં છે. સાથે જ મિનહાઝ, મસીરુદ્દીનના પરિવારવાળાઓની પ્રવૃતિઓ સાથે જોડાયેલી જાણકારીઓ એકઠી કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોકો આસપાસના સુમસામ વિસ્તારોમાં નવયુવકોને રેડિક્લાઈઝ કરીને જેહાદ માટે તૈયાર કરી રહ્યાં હતા. તેમને મળનારા યુવકોની પણ ભાળ મેળવવામાં આવી રહી છે.

જેલમાં બંધ આતંકીઓના સંબંધીઓ પર પણ નજર
ATSએ જેલમાં બંધ આતંકીઓના સંબંધી પર પણ નજર રાખવાનું શરૂ કરી દીધું છે. માર્ચ 2017માં ATSએ અથડામણમાં માર્યા ગયેલા કાનપુરના સૈફુલ્લાના સાથી ગૌસ મોહમ્મદ, દાનિશ તેમજ આતિફ પણ જેલમાં છે. તો કાનપુરમાં પકડાયેલા આસામના કમરુદ્દીન પણ જેલમાં જ છે. તેની સાથે જોડાયેલા લગભગ ડઝન લોકો ATSના રડારમાં છે. જેમની સાથે આ લોકોનો એક સમયે સંપર્ક હતો તેમજ તેઓને મળ્યા પણ હતા.

આજે ATSએ બંને આતંકીઓને કોર્ટમાં રજૂ કર્યા
આજે ATSએ બંને આતંકીઓને કોર્ટમાં રજૂ કર્યા

ઉમર હલ્મડી પાકિસ્તાન બોર્ડર પાસેથી ગ્રુપ ઓપરેટ કરે છે
એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે ગુપ્તચર વિભાગને ઈનપુટ મળ્યા હતા કે દુબગ્ગા ક્ષેત્રમાં મિનહાઝ, શકીલ તેમજ મસીરુદ્દીન યુપીમાં આતંકી પ્રવૃતિને પાર પાડવાના પ્રયાસમાં હતા. ATSની ટીમની ધરપકડમાં શકીલ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો.

જે AGH આતંકી સંગઠનને લીડ કરી રહ્યો હતો. જેને ભારત-અફઘાનિસ્તા બોર્ડર પાસેથી ઉમર હલમંડી ઓપરેટ કરે છે. અત્યાર સુધી તેને યુપી સંબળનો આસિમ ઉમર ચલાવી રહ્યો હતો. જેનું સપ્ટેમ્બર 2019માં મોત નિપજ્યું હતું. આ ગ્રુપને સપ્ટેમ્બર 2014નાં રોજ ઈન્ડિયામાં આતંકી પ્રવૃતિઓ ચલાવવા માટે અલ જવાહિરીએ શરૂ કર્યું હતું. હલમંડીએ જ શકીલ અને મિનહાઝની સાથે આ ગ્રુપને યુપીમાં ઊભું કર્યું છે.

ભટકલના અલકાયદ સાથે સંબંધ બગડતા પણ મિશન પર પડી અસર
ઈન્ડિયન મુજાહિદ્દીનની કમાન સંભાલનારા ભાગેડુ યાસીન ભટકલ લાંબા સમય સુધી અલકાયદા માટે કરતો હતો. પરંતુ અફઘાનિસ્તાનમાં અલકાયદાનું વિસ્તરણ થયું ત્યારે તેને જગ્યા ન મળી તેનાથી નારાજ થઈને તેને ISIS સાથ પસંદ કર્યો. જે બાદ મિશનની યુપીમાં અલકાયદાની એન્ટ્રી થઈ. ઉમર હલમંડી અલકાયદાનું નવું મોડ્યૂલ તૈયાર કરીને નવા યુવકોને ભર્તી કરી રહ્યો હતો. આ યુવકોની ટ્રેનિંગ પાકિસ્તાન અને કાશ્મીર બોર્ડર પર ચાલતા કેમ્પ કરવામાં આવે છે. પકડાયેલો મિનહાઝ આ કેમ્પ 3 વખત જઈ ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...