• Gujarati News
  • National
  • Terrorists Break Into SPO's House And Shoot Him, Says Kashmiri Pandit: Government Claims Fail

જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં બે ટાર્ગેટ હત્યા:આતંકીઓએ SPOને ઘરમાં ઘૂસીને ગોળી મારી, કાશ્મીરી પંડિતે કહ્યું- સરકારના દાવા નિષ્ફળ

શ્રીનગર6 દિવસ પહેલા
  • કલમ 370 નાબૂદ કર્યા પછી 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિંદુઓની હત્યા કરાઈ છે

જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં વિતેલો ટાર્ગેટ કિલિંગનો યુગ ફરી પાછો ફર્યો છે. આતંકીઓ જવાનોની સાથે સાથે કાશ્મીરી પંડિતોને પણ નિશાન બનાવી રહ્યા છે. શુક્રવારે સવારે પુલવામા જેમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને SPOને ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. કાશ્મીરમાં 24 કલાકમાં હત્યાની આ બીજી ઘટના છે. આ પછી ખીણમાં તંગદિલી સર્જાઈ ગઈ છે અને અલગ-અલગ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે.

બડગામમાં ગુરુવારે સાંજે આતંકીઓએ ચડુરા ઓફીસમાં ક્લાર્ક રાહુલ ભટ્ટને ઓફીસમાં ઘુસીને ગોળી મારી દીધી હતી. ઘટનાસ્થળ પર હાજર લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. આજે શુક્રવારે પુલવામાના ગુદુરામાં આતંકીઓએ SPO રિયાઝ એહેમદ થોકરને ઘરમાં ઘુસીને ગોળી મારી દીધી હતી.

રાહુલના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતા સંબંધીઓ.
રાહુલના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતા સંબંધીઓ.

રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કારમાં ઉમટી ભીડ
શુક્રવારે સવારે બનતળાવ ખાતે રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર સરવામાં આવ્યા હતા. આ દરમિયાન જમ્મુના ADGP મુકેશ સિંહ, ડિવિજનલ કમિશ્નર રમેશ કુમાર, ડેપ્યુટી કમિશ્નર અવની લવાસા સહીત મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. જ્યારે સ્થળ પર પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાનો લોકોએ ભારે વિરોધ કર્યો હતો.

રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કારમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કારમાં હજારો લોકોએ હાજરી આપી હતી.

આતંકીઓએ પુછ્યું- રાહુલ ભટ્ટ કોણ છે અને ગોળી મારી દીધી
રાહુલ ભટ્ટની પત્ની મીનાક્ષીએ જણાવ્યું કે આતંકવાદીઓ ઓફિસમાં ગયા અને પૂછ્યું કે રાહુલ ભટ્ટ કોણ છે અને ગોળી મારી દીધી હતી. કોઈ કર્મચારી આતંકીઓની સાથે મળેલો હશે, ત્યારે જ આતંકીઓ રાહુલનું નામ જાણતા હતા. તેમણે કહ્યું કે રાહુલ સતત ટ્રાન્સફરની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. મીનાક્ષીએ સેનાને કહ્યું કે તેના પતિના હત્યારાઓને બે દિવસમાં ઠાર મારવા જોઈએ.

મીનાક્ષીએ કહ્યું- આતંકવાદીઓ ઘાટીમાં ભય ફેલાવવા માંગે છે, તેથી જ પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
મીનાક્ષીએ કહ્યું- આતંકવાદીઓ ઘાટીમાં ભય ફેલાવવા માંગે છે, તેથી જ પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં ઠેર-ઠેર પ્રદર્શન
આ પહેલા ગુરુવારે રાત્રે ઠેર-ઠેર પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. કોશ્મીરી પંડિતોએ મૃતદેહની સાથે રસ્તા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપરાજ્યપાલના આવવા સુધીમાં મૃતદેહને ઉઠાવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. બાદમાં DIG સુજીત કુમારે સમજાવતા મૃતદેહને ઘરે લઈ ગયા હતા.

રાહુલની હત્યા બાદ પંડિતોએ હાઈવે બ્લોક કરી દીધો હતો.
રાહુલની હત્યા બાદ પંડિતોએ હાઈવે બ્લોક કરી દીધો હતો.

પંડિતે કહ્યું- જ્યાં સુધી સુરક્ષા નહીં મળે ત્યાં સુધી નોકરી પર પરત નહીં ફરું
બડગામના શેખપોરા પંડિત કોલોની પાસે કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી નહીં મળે ત્યાં સુધી તેએ નોકરી પર જશે નહીં. બીજી તરફ કેમ્પમાં રહેતા કાશ્મીરી પંડિતોએ હાઈવે જામ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘણી જગ્યાએ મીણબત્તીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પંડિતોનું કહેવું છે કે તેઓ અહીં સુરક્ષિત નથી અનુભવતા અને કાશ્મીરી પંડિતોને પરત ફરવાના સરકારના દાવાઓ નિષ્ફળ જતા જણાય છે.

ગુરુવારે બડગામના શેખપોરા પંડિત કોલોની પાસે કાશ્મીરી પંડિતોએ પ્રદર્શન કર્યું હતું.
ગુરુવારે બડગામના શેખપોરા પંડિત કોલોની પાસે કાશ્મીરી પંડિતોએ પ્રદર્શન કર્યું હતું.

અનંતનાગમાં વિરોધ
અનંતનાગમાં કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ કરી રહેલા અમિતે કહ્યું કે છેલ્લા 3 મહિનામાં અમારા સમુદાયમાં આ ત્રીજી હત્યા છે. અમને સરકાર તરફથી રક્ષણની જરૂર છે.

કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી સંઘ વિરોધ કરી રહ્યું છે.
કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી સંઘ વિરોધ કરી રહ્યું છે.

કલમ 370 નાબૂદ કર્યા પછી 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિંદુઓની હત્યા કાશ્મીરમાં આતંકવાદીઓ કેટલાય મહિનાઓથી કાશ્મીરી પંડિતો પર હુમલા કરી રહ્યા છે. સતીશ કુમારની 14 એપ્રિલે આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ પહેલા શનિવારે અલી જાન રોડ પર આવેલા આઈવા બ્રિજ પર આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. રાહુલની હત્યા બાદ હવે ફરી કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર પ્રશ્ન ઉભો થયો છે. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી, આતંકવાદી હુમલામાં 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિન્દુઓ માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયે સંસદમાં આ માહિતી આપી હતી.

કાશ્મીરના વેસુ કાઝીગુંડમાં કાશ્મીરી પંડિતોએ મીણબત્તીઓ પ્રગટાવીને રાહુલને શ્રદ્ધાંજલિ આપી હતી.
કાશ્મીરના વેસુ કાઝીગુંડમાં કાશ્મીરી પંડિતોએ મીણબત્તીઓ પ્રગટાવીને રાહુલને શ્રદ્ધાંજલિ આપી હતી.

સંજય રાઉતે કહ્યું- ગૃહમંત્રીએ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ રાહુલ ભટ્ટની હત્યા પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કાશ્મીરી પંડિતોના ઘરે પાછા ફરવાની વાત થઈ રહી છે. 7 વર્ષમાં કેટલા ઘરે પાછા ફર્યા તે ખબર નથી, પરંતુ જે લોકો ત્યાં રહેતા હતા તેમને પણ રહેવા દેવામાં આવી રહ્યા નથી, તેમની પણ હત્યા કરવામાં આવી રહી છે. મને લાગે છે કે ગૃહમંત્રીએ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...