તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Terrorists Attack Joint Party Of Jammu Police And The CRPF In Prichoo Of Pulwama In South Kashmir

કાશ્મીર:પુલવામામાં પોલીસ અને CRPFના નાકા પર આતંકી હુમલો; એક જવાન શહીદ, એકની હાલત ગંભીર

પુલવામાએક વર્ષ પહેલા
 • CRPF અને પોલસી નાકા પર આતંકવાદીઓએ હુમલો કર્યો, આખા વિસ્તારનું સર્ચિંગ ચાલું
 • 20 મેના રોજ બીએસએફની ટુકડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, બે જવાન શહીદ થયા હતા

પુલવામામાં પોલીસ અને સીઆરપીફની ટુકડી પર આતંકવાદીઓએ ગુરુવારે બપોરે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાનના શહીદ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્રણ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી એક હાલત ગંભીર છે. 

 કુપવાડામાં આજે લશ્કરણના ત્રણ આતંકી ઝડપાયા 
કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ ગુરુવારે સવારે ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય તાજેતરમાં જ આતંકી સગંઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયા હતા. જેમાંથી બેના નામ જાકિર અહેમદ ભટ અને આબિદ હુસૈન વાની છે.

બીએસએફ જવાનોના હથિયાર લઈને ભાગ્યા હતા આતંકવાદી
આ પહેલા બુધવારે જ બીએસએફના ગશ્તી દળ પર શ્રીનગરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા. આતંકવાદી જવાનોના હથિયાર પણ લઈને ભાગ્યા હતા. શહીદ થનારા જવાનોના નામ રાણા મંડોલ અને જિઆઉલ હક છે. 

ગત શનિવારે પણ આતંકી હુમલો થયો હતો 
 આ પહેલા શનિવાર સાંજે જમ્મુ કાશ્મીરના જિલ્લા કુલગામમાં યારીપોરા પાસે સુરક્ષાદળ અને પોલીસ ચેકપોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ અમીન શહીદ થયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને દમ તોડ્યો હતો. તે પુલવામાના રહેવાસી હતા.

કાશ્મીરમાં આ વર્ષે થયેલા અન્ય એન્કાઉન્ટર

 • 22 એપ્રિલઃ શોપિયામાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા
 • 17 એપ્રિલઃ રાજ્યમાં બે અલગ અલગ સ્થળે અથડામણ થઈ, જેમાં ચાર આતંકી ઠાર મારાયા હતા.
 • 11 એપ્રિલઃ કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આતંકઓ હથિયાર છોડીને નાસી ભાગ્યા હતા
 • 7 એપ્રિલઃ સેનાએ સામ સામેની લડાઈમાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા. આ કાશ્મીરમાં વર્ષનું સૌથી મુશ્કેલ ઓપરેશન હતું. જેમાં સર્જિકલ સ્ટ્રાઈકલ કરી ચુકેલા પેરા યૂનિટના 5 જવાન શહિદ થયા હતા.
 • 4 એપ્રિલઃ કુલગામમાં સુરક્ષાદળોએ અથડામણમાં હિઝબુલના 4 આતંકીઓને ઠાર માર્યા હતા
 • 15 માર્ચઃ અવંતીપોરા જિલ્લાના વટરીગ્રામમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા
 • 22 ફેબ્રુઆરીઃ દક્ષિણ કાશ્મીરના સંગમ બિજબેહરામાં જવાનો અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બે આતંકી ઠાર મરાયા હતા.
 • 19 ફેબ્રુઆરીઃ પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર દરમિયાન 3 આતંકીઓને ઠાર માર્યા
 • 5 ફેબ્રુઆરીઃ શ્રીનગર પાસે અથડામણમાં 2 આતંકીઓ ઠાર મરાયા હતા, એક સીઆરપીએફ જવાન શહીદ થયો હતો. ટ્રકને નગરોટાના ટોલ પ્લાઝા પર ચેકિંગ માટે અટકાવાયો હતો. ત્યારબાદ સુરક્ષાબળોએ ઘેરાબંધી કરીને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. અથડામણ દરમિયાન 3 આતંકી ઠાર મરાયા,જ્યારે એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો. ટ્રક ડ્રાઈવર પુલવામા હુમલાને અંજામ આપનારા આતંકી આદિલ ડારનો પિતરાઈ ભાઈ છે અને એ જ આતંકીઓનો મુખ્ય હેન્ડલર હતો.
 • 25 જાન્યુઆરીઃ પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 પાકિસ્તાની આતંકી કારી યાસિર અને બુરહાન શેખ ઠાર મરાયા હતા.યાસિર જૈશ-એ-મોહમ્મદનો કાશ્મીર એરિયા કમાન્ડર હતો.
 • 21 જાન્યુઆરીઃ પુલવામા જિલ્લાના અવંતિપોરામાં અથડામણમાં 2 આતંકી ઠાર મરાયા હતા. સેનાનો એક જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થયા હતા
 • 20 જાન્યુઆરીઃ શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનના 3 આતંકી ઠાર મરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...