તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Terrorists Abducted A Soldier In Kulgam In South Kashmir, Set Fire To A Vehicle; Search Operation On

સૈનિકનું અપહરણ:કાશ્મીરમાં આતંકીઓએ જવાનનું અપહરણ કર્યું, પાકિસ્તનના વિદેશ અને સંરક્ષણમંત્રીએ LOCની મુલાકાત લીધી

શ્રીનગર, ઈસ્લામાબાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો
  • બકરી ઇદની રજામાં ટેરિટોરિયલ આર્મીનો જવાન ઘરે આવ્યો હતો
  • સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જવાનનું વાહન મળી આવ્યું

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ એક જવાનનું અપહરણ કરી લીધું હતું. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું કે શોપિયાંના હરમૈનના વતની ટેરટોરિયલ આર્મીના જવાન શકીર મંજૂરનું આતંકીઓએ રવિવારે સાંજે રામભમા દમહલ હાજીપોરા વિસ્તારથી અપહરણ કરી લીધું હતું. તેમના અંગત વાહનને આગ પણ ચાંપી હતી. શકીર પોતાના પરિવાર સાથે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવા આવ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશી અને સંરક્ષણમંત્રી પરવેઝ ખટકે સોમવારે એલઓસીની મુલાકાત લીધી હતી. બંને ચિરી કોટ સેક્ટર પહોંચ્યા હતા. પાક.ના અધિકારીઓએ જણાવ્યું કે બંને મંત્રીઓને સેનાએ એલઓસીની વર્તમાન સ્થિતિની માહિતી આપી હતી.

જવાન કુલગામમાં પોસ્ટેડ છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેરિટોરિયલ આર્મીનો જવાન શાકિર મંજૂર શોપિયાંનો રહેવાસી છે. રવિવારે સાંજે તે ઘરેથી ડ્યૂટી જોઇન કરીને કુલગામ આવી રહ્યો હતો. ત્યારે રંભાભા દમ્હાલ હાજીપુરા પાસેથી આતંકવાદીઓએ અપહરણ કરી લીધું હતું. આતંકીઓએ જે વાહનને આગ ચાંપી હતી તેને સુરક્ષાદળોએ રિકવર કર્યું છે. આ પહેલા 22 જુલાઇએ આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. તેમાં એક પોલીસ કર્મચારી અબ્દુલ રશીદ ડાર શહીદ થયા હતા.

બારામૂલામાં એક જવાન શહીદ થયો હતો
જુલાઇની શરૂઆતમાં બારામૂલા જિલ્લાના સોપોર સૂબામાં CRPFની પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે 3 ઘાયલ થયા હતા. એક નાગરિકનું પણ ગોળીબારમાં મૃત્યુ થયું હતું. મૃતક સાથે તેનો ત્રણ વર્ષનો પૌત્ર પણ હતો જોકે સિક્યોરિટી ફોર્સના જવાને તે બાળકને સુરક્ષિત ત્યાંથી ખસેડી લીધો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો