• Gujarati News
  • National
  • Terrorist Shot 2 Inspectors In Public In Srinagar Market; Initiate A Comprehensive Investigation

કાશ્મીરમાં પોલીસ કર્મચારીની હત્યાનો વીડિયો:આતંકવાદીએ શ્રીનગરના બજારમાં જાહેરમાં ઈન્સ્પેક્ટરને 2 ગોળી મારી; વ્યાપક તપાસ શરૂ

શ્રીનગર4 મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે એક આતંકવાદીએ પોલીસ કર્મચારીની બજાર વચ્ચે ગોળી મારી દીધી હતી. જૂના શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સર્જાયેલી આ આતંકવાદી ઘટનામાં પોલીસ કર્મચારી અર્શીદ અહેમદ મીરનું મોત થઈ ગયું હતું. ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

પ્રોબેશનરી સબ ઈન્સ્પેક્ટર અર્શીદ અહેમદને આતંકવાદીએ પાછળથી આવી 2 ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક શ્રીનગરની સૌરા વિસ્તારની શેર એ કાસ્મીર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS)હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સારવાર વખતે અંતિમ શ્વાસ લીધા હતા.

આતંકવાદીઓએ રવિવારે બપોરે 1.35 વાગે અર્શીદને ગોળી મારવામાં આવેલી
આતંકવાદીઓએ રવિવારે બપોરે 1.35 વાગે અર્શીદને ગોળી મારવામાં આવેલી

આ ઘટના રવિવારે બપોરે 1.35 વાગે બની ગતી. અર્શીદ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી હતો. તે ખાનયાર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતો. પોલીસે આ વિસ્તારની નાકાબંધી કરી છે અને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર ઉપરાંત રાજૌરી જિલ્લાના થાનામંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

અર્શીદ ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી હતો
અર્શીદ ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી હતો

તાલિબાન કાશ્મીરમાં વધારી શકે છે દરમિયાનગીરી
અફઘાનિસ્તાનમાં સત્તા પર આવનારા તાલિબાન કાશ્મીરમાં પોતાની દરમિયાનગીરી વધારી શકે છે. આ દહેશત વચ્ચે સૌથી વધારે પાકિસ્તાન ખુશ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ચી PTIના નેતા નીલમ ઈરશાહ શેખે તાલિબાનના સપોર્ટમાં નિવેદન પણ આપ્યું હતુ. નીલમે એક લાઈવ ટીવી ડિબેટ સમયે કહ્યું હતું કે તાલિબાન અમારા સાથી છે, અને તેઓ અમને કાશ્મીરમાં જીત અપાવશે. નીલમ ફક્ત PTI ઉપરાંત ઈમરાન ખાનના સંબંધી પણ છે. ઈમરાનની પત્ની બુશરા અને નીલમ સારા મિત્ર છે.