• Gujarati News
  • National
  • Terrorist Javed Ahmed Shot Dead In Kulgam, 2 year old Masoom Killed In Attack On A Leader's House 5 Days Ago

કાશ્મીરમાં ફરી ભાજપ નેતાની હત્યા:કુલગામમાં આતંકવાદી જાવીદ અહેમદની ગોળી મારી હત્યા,5 દિવસ અગાઉ એક નેતાના ઘરે થયેલા હુમલામાં 2 વર્ષના માસૂમે જીવ ગુમાવેલો

શ્રીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુલગામમાં જાવીદ અહેદમ ડારની આતંકવાદીઓએ ગોળીઓ મારી હત્યા કરી નાંખી - Divya Bhaskar
કુલગામમાં જાવીદ અહેદમ ડારની આતંકવાદીઓએ ગોળીઓ મારી હત્યા કરી નાંખી
  • 9 ઓગસ્ટના રોજ અનંતનાગમાં આતંકવાદીઓએ ભાજપ નેતા ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની ગોળી મારી હત્યા કરી નાંખેલી

આતંકવાદીઓએ કાશ્મીરમાં ફરી એક વખત ભાજપ નેતાને નિશાન બનાવ્યા છે. કુલગામમાં મંગળવારે આતંકવાદીઓએ ભાજપ નેતા જાવીદ અહેમદ ડોરને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં ડારનું મોત થઈ ગયું છે. 5 દિવસ અગાઉ રાજૌરીમાં ભાજપ નેતા જસબીર સિંહના ઘરે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 વર્ષના માસૂમ વીર સિંહનું મોત થયું હતું.

આ સાથે ઘટના સ્થળ પર રહેલા સુરક્ષા દળ
આ સાથે ઘટના સ્થળ પર રહેલા સુરક્ષા દળ

9 દિવસમાં 3 ભાજપ નેતા પર હુમલો

  • 17 ઓગસ્ટઃ કુલગામના બ્રાજલૂ-જાગીરમાં જાવીદ અહેમદ ડાર પર આતંકવાદીઓએ એવા સમયે ગોળીઓ ચલાવી હતી કે જ્યારે તેઓ પોતાના ઘરની બહાર નિકળ્યા હતા. આતંકવાદીઓએ ડાર પર અનેક ગોળીઓ ચલાવી હતી. તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
  • 12 ઓગસ્ટઃ આતંકવાદીઓએ રાત્રીના સમયે ભાજપના મંડળ અધ્યક્ષ જસબીર સિંહના ઘર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. તે સમયે જસબીર તેમના પરિવારના સભ્યો સાથે બેઠેલા હતા. તેમના 2 વર્ષના ભત્રીજા વીરનું આ હુમલામાં મોત થયું હતું.
  • 9 ઓગસ્ટઃ અનંતનાગમાં આતંકવાદીઓએ ભાજપ નેતા ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. ભાજપ કિસાન મોર્ચાના અધ્યક્ષ હતા.

2 વર્ષના વીર સિંહના મોત અંગે રાજૌરીમાં ગુસ્સો

જસબીરના ભત્રીજો વીર સિંહના મોતથી રાજૌરીના લોકોમાં ગુસ્સો છે. ગ્રેનેડ હુમલા બાદ જિલ્લામાં પ્રદર્થન થયા હતા. એક દિવસનું બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. વીર સિંહના ભાભીએ કહ્યું હતું કે છેવટે તેમના લાડલાનો શું વાક હતો, તે ઉંઘી રહ્યો હતો...હવે તે હંમેશ માટે ઉંઘી ગયો.