જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા રેલ્વે સ્ટેશન પાસે આતંકવાદી હુમલો થયો હતો. સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે થયેલા હુમલામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નો એક જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક આતંકવાદી આરામથી RPF ચોકી પર હાજર જવાનોની નજીક આવે છે અને પિસ્તોલથી ફાયરિંગ કરીને ભાગી જાય છે. આતંકવાદીએ સુરક્ષા જવાનોને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી.
એક સુરક્ષાકર્મીનું સારવાર દરમિયાન મોત
ઘાયલ સુરક્ષાકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક સુરક્ષાકર્મી હેડ કોન્સ્ટેબલ સુરિન્દર કુમાર સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. હુમલામાં ઘાયલ ASI દેવરાજ કુમાર સારવાર હેઠળ છે. તેમને પણ ગોળી વાગી છે. આ બંને જવાન કાકાપોરા રેલ્વે સ્ટેશન પર રેલ્વે પ્રોપર્ટીની સુરક્ષામાં તહેનાત હતા અને તેઓ નજીક આવેલી એક દુકાન પર ચા પી રહ્યા હતા.
એલજીએ કહ્યું- શહીદ જવાનની બહાદુરીને સલામ
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે આરપીએફના જવાનો પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ શહીદ જવાનની બહાદુરીને સલામ કરે છે. તેમ પણ જણાવ્યું હતું કે કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. આતંકવાદી હુમલાનો લાઈવ વીડિયો જુઓ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.