તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુના કુંજવાનીમાં શનિવારે સુરક્ષા દળોએ લશ્કર-એ-મુસ્તફાના આતંકવાદીને જીવતો પકડી લીધો છે. તે કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનું સહયોગી સંગઠન છે. આતંકવાદીની ઓળખ હિદયાતુલ્લાહ મલિક તરીકે કરવામાં આવી છે.
પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે સ્પેશિયલ ઈનપુટ બાદ જમ્મુ અને અનંતનાગ પોલીસે સંયુક્ત તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તે સમયે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ફાયરિંગ પણ કર્યું હતું. જવાબી કાર્યવાહી બાદ તેની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. જમ્મુના SSP શ્રીધર પાટિલે કહ્યું કે મલિક પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા છે.
ચાંપોરામાં આતંકવાદી હુમલો
બીજી બાજુ શ્રીનગરના ચાંપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ (CRPF)ને નિશાન બનાવ્યા હતા. આ સમયે એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. કાશ્મીર પોલીસના IG વિજયકુમારે કહ્યું કે ફાયરિંગમાં કોન્સ્ટેબલ મનોજકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. આ વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગયા વર્ષે 221 આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા
આ અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સરકારે સંસદમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ગયા વર્ષે 221 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ વર્ષ 2019 અને વર્ષ 2018 અનુક્રમે 157 અને 257 આતંકવાદીના ઠાર કરવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.