હુમલો:શ્રીનગરમાં હોસ્પિટલ પર આતંકવાદી હુમલો, જવાનો પર ફાયરિંગ કરી ભાગ્યા આતંકવાદીઓ, તપાસ અભિયાન હાથ ધરાયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રીનગરમાં એક હોસ્પિટલમાં આજે આતંકવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ઘટના બાદ સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા, જોકે આતંકવાદી ભાગી જવામાં સફળ રહ્યા છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે. શ્રીનગર પોલીસે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે SKIMS હોસ્પિટલ પર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારી થઈ હતી.

અહીં સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિનો લાભ લઈ આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિને ઈજા પહોંચવાને લીધે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. શરૂઆતમાં પોલીસે તેને એક્સિડેન્ટીયલ ફાયરિંગની ઘટના ગણાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘેરાબંધી કરવામાં આવી છે.

કાશ્મીર ઘાટીમાં પ્રવાસી શ્રમિકો અને લઘુમતી સમુદાયને ટાર્ગેટ કરવાની ઘટનાઓ બાદ આ પ્રથમ વખત આતંકવાદી હુમલો છે. હુમલાને પગલે સુરક્ષા દળોના વધારાની 50 કંપની શ્રીનગર મોકલવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ શ્રીનગરનો પ્રવાસ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવ્યા બાદ અહીં શ્રીનગરનો પ્રથમ વખત પ્રવાસ કર્યો હતો.