• Gujarati News
  • National
  • Terrorist Attack On CRPF Detachment In Bijbehra, Kashmir, One Jawan Martyred, One Child Likely To Die

જમ્મુ-કાશ્મીર:અનંતનાગના બીજબેહરામાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક બાળકનું મોત

જમ્મુ-કાશ્મીરએક વર્ષ પહેલા
  • શુક્રવારે પુલવામાના ત્રાલમાં થયેલા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર કરાયા હતા

કાશ્મીરના બીજબેહરામાં શુક્રવારે CRPFની ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાં એક જવાન શહીદ થયા છે. જ્યારે એક બાળકનું પણ મોત થયું છે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના બપોરે 12.10 વાગે બિજબેહરામાં પદશાહી બાગ પાસે થઈ. આતંકી હુમલામાં ઘાયલ જવાન અને બાળકને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધી તેમના મોત થઈ ગયા હતા. સેનાએ સંપૂર્ણ વિસ્તાર ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. જોકે હજી સુધી એ ખ્યાલ નથી આવ્યો કે, કેટલા આતંકીઓએ હુમલો કર્યો છે. બાળકની ઉંમર ચારથી પાંચ વર્ષની છે.

પુલવામામાં 3 આતંકીઓને ઠાર કર્યા
શુક્રવારે પુલવામાના ત્રાલમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલાં બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ગુરુવારે 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આ મહિને 15 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 46 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓને મદદ કરતા લોકોને પણ પકડવામાં આવી રહ્યા છે. બડગામના નરબલ વિસ્તારમાં બુધવારે આર્મી અને પોલીસે કાર્યવાહી કરીને લશકર-એ-તોઈબાના 5 સહયોગીઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...