તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Terrorist Attack On BJP Leader's House In Naugam, Jawan Martyred; The Councilor Was Also Fired Upon In Sopore 2 Days Ago

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ કાશ્મીરમાં નિશાના પર નેતા:નૌગામમાં ભાજપ નેતાના ઘર પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ; 2 દિવસ પહેલા સોપોરમાં પણ કાઉન્સિલર પર ફાયરિંગ થયું હતુ

શ્રીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નૌગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. - Divya Bhaskar
નૌગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
  • શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ

શ્રીનગરના નૌગામમાં ગુરુવારે ભાજપના નેતા અનવર ખાનના ઘર પર ​​​​​​​આતંકવાદી હુમલો થયો હતો. હુમલામાં ત્યાં તૈનાત એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતુ. અનવર બારામૂલાના જિલ્લા મહાસચિવ છે અને સાથે જ તેમને કુપવાડાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. આ હુમલા બાદ આતંકીઓને ઝડપવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે.

બે દિવસ પહેલા સોપોર નગરપાલિકાની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો
આ પહેલા જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકીઓએ નગરપાલિકાની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતુ. હુમલાના સમયે ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક ચાલી રહી હતી. ફાયરિંગમાં કાઉન્સિલર રિયાઝ અહેમદનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ, જ્યારે કાઉન્સિલર શમસુદ્દીનનું સારવાર દરમિયાન મોત થયું હતુ. હુમલામાં એક પોલીસકર્મી શફાદત અહેમદ પણ શહીદ થયા હતા.

4 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
કાશ્મીરના IG વિજય કુમારે ઘટનાસ્થળ પર હાજર 4 પોલીસકર્મી (PSO)ને સસ્પેન્ડ કરવાના નિર્દેશ SSP સોપોરને આપ્યા હતા. તેમને કહ્યું હતુબ કે આ ચારેય પોલીસકર્મીઓ આતંકીઓને યોગ્ય જવાબ આપવા જવાબી કાર્યવાહી કરી શક્યા ન હતા.

ગત મહીને શ્રીનગરમાં પોલીસ પર જાહેરમાં ફાયરિંગ થયું હતુ
આ પહેલા ગત મહીને શ્રીનગરમાં એક આતંકીએ પોલીસ પર જાહેરમાં ફાયરિંગ કર્યું હતુ. તેમાં 2 જવાન શહીદ થયા હતા. ઘટના બાગત વિસ્તારના બારજુલ્લામાં બની હતી. હુમલો એક દુકાન પર લાગવાયેલા CCTVમાં કેદ થયો હતો.

CCTV ફૂટેજમાં નજરે પડી રહ્યું હતુ કે આતંકી કપડાંની અંદર રાઇફલ છુપાવીને આવ્યો અને એક દુકાન પર ઉભેલા કોન્સ્ટેબલ મોહમ્મદ યૂસુફ અને કોન્સ્ટેબલ સુહૈલ અહેમદ પર ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગ કર્યા બાદ આતંકી ફરાર થઈ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો