તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હુમલો:કાશ્મીરના બારામુલામાં આર્મીની પેટ્રોલિંગ ટીમ પર આતંકી હુમલો, જવાન ઘાયલ

શ્રીનગરએક વર્ષ પહેલા
  • આતંકવાદીઓએ સેના, CRPF અને પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ ટીમ પર હ્ગામમાં ટાઈમ પાસ હોટલની પાસે ફાયરિંગ કર્યું
  • સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ જગ્યાએથી ભાગ છુટ્યા હતા

જમ્મુ-કાશ્મીરમાં આર્મીની પેટ્રોલિંગ ટીમ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. બારામૂલા જિલ્લાના સોપોરના હ્ગામ વિસ્તારમાં શંકાસ્પદ આતંકીઓએ પેટ્રેલિંગ ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આતંકવાદીઓએ સેના, CRPF અને પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ ટીમ પર હ્ગામમાં ટાઈમ પાસ હોટલની પાસે ફાયરિંગ કર્યું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ જગ્યાએથી ભાગ છુટ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકીઓના ફાયરિંગમાં સેનાના એક જવાનને ઈજા થઈ છે અને તેની સારવાર હાલ ચાલી રહી છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને શોધખોળ ચાલી રહી છે.

એક આતંકીને એન્કાઉન્ટરમાં આજે ઠાર કરવામાં આવ્યો
સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના કામરાજીપોરમાં એક આતંકીને ઠાર કર્યો છે. સુરક્ષાદળોને કામરાજીપોરના સફરજનના બાગમાં બે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. તે પછી ચલાવવામાં આવેલા ઓપરેશનમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે એક જવાન પણ શહીદ થયો છે.

ઠાર કરાયેલા આતંકીની ઓળખ અાઝાદ અહમદ લોનના રૂપમાં થઈ છે. તે પુલવામાના જ લેલહરનો નિવાસી હતો. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે એક જવાન ઘાયલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...