જમ્મુ-કાશ્મીર બોર્ડર પર બીએસએફ દ્વારા થોડાક સમય અગાઉ ટનલિંગ ઓપરેશન ચલાવીને એવી સુરંગ શોધી કાઢવામાં આવી હતી કે જે આતંકીઓની ઘુસણખોરી માટે બનાવાઈ હતી. આ અભિયાનમાં અનેક આતંકવાદી પણ માર્યા ગયા હતા. આ પ્રકારે પાકિસ્તાન સાથેની પશ્ચિમ રાજસ્થાન સરહદમાં બિકાનેર, શ્રીગંગાનગર અને બાડમેરમાં પણ બીએસએફ હાઈએલર્ટ મોડ પર છે. બીએસએફ સાથે જોડાયેલા મુદ્દા અને બોર્ડર ટુરિઝમ અંગે ભાસ્કરે સોમવારે બિકાનેર આવેલા બીએસએફના ડીજી રાકેશ અસ્થાના સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતના મુખ્ય અંશ...
સવાલ: કાશ્મીરમાં બીએસએફનું એન્ટી ટનલિંગ અભિયાન કેટલું સફળ રહ્યું?
જવાબ: અમે લોકેશનને ટ્રેશ કર્યા. જ્યાંથી વધારે ઘુસણખોરી થતી હતી તેના પર ફોકસ કર્યું. 24 કલાક એલર્ટ રાખવામાં આવે છે. આ અભિયાનમાં ઘણા આતંકી માર્યા ગયા છે.
સવાલ: પાકિસ્તાન નાર્કોટેરરિઝમ દ્વારા ઘુસણખોરી તો નથી કરી રહ્યું?
જવાબ: જમ્મુ-કાશ્મીરમાં વધુ ચોકસાઈને કારણે આતંકી ગતિવિધિ રાજસ્થાનની પશ્ચિમી સરહદે શિફ્ટ થવાના સંકેત મળ્યા છે. ઈન્ટેલિજન્સનું ઈનપુટ પણ છે. બાડમેર, બિકાનેર અને શ્રીગંગાનગર સરહદે વધુ ફોકસ છે.
સવાલ: વોટ્સએપ ગ્રૂપમાં યુવાનોને જોડવામાં આવે છે. તેને કેવી રીતે અટકાવશો?
જવાબ: સોશિયલ મીડિયાનો દુરુપયોગ બહુ થઈ રહ્યો છે. બોર્ડર એરિયાના લોકોમાં અસુરક્ષાની ભાવના વિકસે નહીં તે માટે બીએસએફ અનેક સામાજિક ગતિવિધિ કરી રહ્યું છે.
સવાલ: બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપવા શું કરાઈ રહ્યું છે?
જવાબ: પૂર્વ અને પશ્ચિમમાં ફ્રન્ટ પર બોર્ડર ટુરિઝમ ડેવલપ કરવામાં આવે છે. બિકાનેરના સાન્ચુ અને જેસલમેરમાં તનૌટને ડેવલપ કરવામાં આવે છે. આ બે સ્થાને બીએસએફ મ્યુઝિયમ અને વ્યૂઅર ગેલેરી બનાવશે.
સવાલ: મહિલા બટાલિયન કેવું કામ કરી રહી છે? નવી ભરતી ક્યારે થશે.
જવાબ: મહિલાદળ બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. તેઓ પેટ્રોલિંગમાં જાય છે, હથિયાર પણ ચલાવે છે. હાર્ડ ડ્યૂટી પણ કરે છે. બીએસએફમાં 2021 અને 2022માં ભરતી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.