• Gujarati News
  • National
  • Terror Of Stray Cattle In Gohana Area Of Haryana, Bulls Were Driven Out With Great Effort

ગુરુદ્વારાની અંદર આખલા બાખડ્યા,VIDEO:હરિયાણાના ગોહાના વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક, મહા મહેનતે આખલાઓને બહાર કઢાયા

13 દિવસ પહેલા

હરિયાણાના ગોહાનામાં રખડતા પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. ગોહાનાના મુગલપુરા વિસ્તારમાં આખલા બાખડતા બાખડતા ગુરુદ્વારામાં ઘૂસી ગયા.અને ખાસ્સા સમય સુધી બંને અંદર એકબીજા સાથે લડતા રહ્યા.સમગ્ર ઘટના ગુરુદ્વારામાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહા મહેનેતે બંને આખલાને બહાર કાઢવામાં આવ્યા હતા. ગોહાનાના રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ પણ બની છે.વારંવાર આવી ઘટના બનતી હોવા છતા સમસ્યાનો ઉકેલ નથી આવતો.

અન્ય સમાચારો પણ છે...