તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકૃત પતિનો વીડિયો વાઇરલ:રેપની ખોટી ફરિયાદ લખાવવાની ના પાડતાં પત્નીને 2 કલાક સુધી છાતી અને હાથ-પગ પર ગરમ સળિયાથી ડામ આપ્યા

10 દિવસ પહેલા
  • ગામની એક વ્યક્તિ સાથે અંગત અદાવતમાં તેને ફસાવવા માટે ખોટી ફરિયાદ લખાવવા માગતો હતો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પતિ દ્વારા પત્ની સાથે કરવામાં આવેલી વિકૃતિનો વીડિયો સામે આવ્યો છે. એક વ્યક્તિ વિરુદ્ધ કલમ 376 અંતર્ગત ખોટી ફરિયાદ લખાવવાની ના પાડવાથી પતિએ પત્નીને 2 કલાક સુધી ગરમ લોખંડના સળિયાથી ડામ આપ્યા હતા.

એસપી રાજીવ કુમાર મિશ્રાએ જણાવ્યું એ ઘટના 30 માર્ચની છે. તેના બે દિવસ પછી મહિલા સિરસી પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાના રિપોર્ટ પર એ સમયનાં તથ્યોના આધાર પર ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલાનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો છે. એક-બે દિવસમાં એક્સપર્ટ ડોક્ટર્સનો રિપોર્ટ મળી જશે. તેના આધાર પર જરૂર હશે તો કલમ પણ વધારવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ છે વિવાદ
30 માર્ચે સિરસી પોલીસ સ્ટેશન અંતર્ગત એક મહિલાને તેના પતિ દ્વારા અન્ય વ્યક્તિ પર કલમ 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરાવવાનું દબાણ કરવામાં આવતું હતું. જ્યારે મહિલાએ આવી ફરિયાદ નોંધાવવાની ના પાડી તો પતિએ મહિલાના પેટ પર પગ રાખીને તેને ચૂલા પાસે લાવી ત્યાં જ સળિયો ગરમ કરીને તેના હાથ-પગ અને છાતી પર બે કલાક સુધી ડામ આપ્યા હતા. મહિલા મહામુશ્કેલીએ તેનો જીવ બચાવીને જીજાના ત્યાં પહોંચી હતી. ત્યાર પછી ત્યાં જ તેની માતા અને ભાઈને બોલાવી લીધાં હતાં. ઘટનાના બે દિવસ પછી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

ખોટી ફરિયાદ નોંધાવવાનું આ હતું કારણ
મળેલી માહિતી પ્રમાણે, બંને વ્યક્તિઓનો ઘણા સમયથી અંગત ઝઘડો ચાલતો હતો. થોડા સમય પહેલાં મહિલાના પતિ ખલીલે સુનીલ શિકારીની મોટરસાઈકલને ટક્કર મારી હતી. તેની ફરિયાદ સુનીલે પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. તેના કારણે ખલીલ ખૂબ પેરશાન હતો. 8 મહિના પહેલાં પણ બંને વચ્ચે મારઝૂડ થઈ હતી. ત્યાર પછી ગામના લોકોએ સમજૂતી કરાવી હતી. આ જ કારણથી પતિ તેની પત્નીને તે વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યું હતું. બંને વચ્ચે મારઝૂડ થઈ એ પહેલાં પણ એક ફરિયાદ નોંધવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો