વિડિયો ડેસ્કઃ બરફવર્ષાની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. અહીંના મરોબ, મગેરકોટ અને પંથિયાલ સહિતના વિસ્તારોમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનની વચ્ચે જમ્મુ-શ્રીનગર હાઈવે પર થયેલા ભૂસ્ખલનનો શૉકિંગ વિડિયો પણ સામે આવ્યો છે. અચાનક જ પહાડ તૂટતાં કાટમાળ રસ્તા પર આવી ગયો હતો, જેને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થઈ ગયો છે. હાઈવે બંધ થઈ જતાં બન્ને તરફ સંખ્યાબંધ વાહનચાલકો ફસાઈ ગયાં છે. ભૂસ્ખલન વખતે અહીં હાજર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં આ વિડિયો શૂટ કરી લીધો હતો. જોકે બરફવર્ષા બંધ થઈ જતાં સ્થાનિક તંત્રએ અહીં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.