• Gujarati News
  • National
  • Tensions Rise After Firing On Youth On Public Road In Bikaner, Heavy Pelting Between Two Groups, Police Lathicharge

ભાસ્કર LIVE અપડેટ્સ:ઝારખંડમાં ફૂટબોલ મેચ સમયે ભાજપના ભૂતપુર્વ MLA પર નક્સલવાદીઓએ ફાયરિંગ કર્યું, એક સુરક્ષા જવાન શહીદ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીકાનેરમાં જાહેર રસ્તા પર યુવક પર થયેલા ફાયરિંગ બાદ તણાવની સ્થિતિ
  • ભારતમાં વર્ષ 2021માં સોનાની આયાતનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઝારખંડના ચાઈબાસામાં મંગળવારે નક્સલવાદીઓએ ભાજપના ભૂતપુર્વ ધારાસભ્ય પર હુમલો કર્યો હતો. ઝારખંડ પોલીસે જણાવ્યું હતું કે ભૂતપુર્વ ધારાસભ્ય ગુરુચરણ નાયક એક ફૂટબોલ મેચ જોઈ રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા કર્મચારીઓએ ગોળીઓનો અવાજ સાંભળ્યા બાદ ગુરુચરણ નાયકને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતા. આ સમયે એક સુરક્ષા જવાન શહીદ થયા હતા જ્યારે જ્યારે અન્ય એક ગુમ થઈ ગયા હતા.

ભારતમાં વર્ષ 2021માં સોનાની આયાતનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

​​​​​​​

ભારતે વીતેલા વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં સોનાની આયાત કરી છે. એક અહેવાલ પ્રમાણે સોનાની આયાતમાં ભારતે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ અહેવાલ પ્રમાણે ભારતે 1,050 ટન સોનાની આયાત કરી,જેની પાછળ રૂપિયા 55.7 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં સોનાની કરવામાં આવેલી આયાતનો આ આંકડો અગાઉના વર્ષની તુલનામાં લગભગ બમણો છે, જ્યારે વર્ષ 2011 બાદ સૌથી વધારે છે. વર્ષ 2020માં કોરોના મહામારીને પગલે સૌથી ઓછા પ્રમાણમાં સોનાની આયાત કરવામાં આવી હતી. વર્ષ 2020માં 23 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી. આંકડા પ્રમાણે 2020માં ભારતમાં આશરે 430 ટન સોનાની આયાત થઈ હતી. જ્યારે વર્ષ 2011માં 53.90 અબજ ડોલરના મૂલ્યની સોનાની આયાત થયેલી.

બીકાનેરમાં બે જૂથ વચ્ચે અથડામણ

બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો
બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો

રાજસ્થાનના બીકાનેરમાં એક યુવક પર ફાયરિંગ પછી બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. યુવક પર સોમવારે સાંજે ફાયરિંગ થયું હતું. જે બાદ તેના પર લાકડી અને તલવાર વડે પણ પ્રહાર કરવામાં આવ્યા. આ ઘટનાના વિરોધમાં એક જૂથ દુકાનો બંધ કરાવી રહ્યાં હતા. આ દરમિયાન બીજા જૂથ સાથે તેમનો વિવાદ શરૂ થઈ ગયો. વિસ્તારમાં તણાવ પછી મોટી સંખ્યા પોલીસ તહેનાત કરી દીધી છે.

KCR સામે નડ્ડાની મોરચાબંધી, હૈદરાબાદ પહોંચ્યા બાદ રેલીની મંજૂરી ન આપતા કહ્યું- આ લોકશાહી વિરૂદ્ધ
તેલંગાના ભાજપના અધ્યક્ષની ધરપકડના વિરોધમાં પાર્ટી દ્વારા પ્રસ્તાવિત એક રેલીની મંજૂરી આપવાનો હૈદરાબાદ પોલીસે મંગળવારે ઈનકાર કરી દીધો છે. આ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હૈદરાબાદ પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠાં થયા હતા. જેપી નડ્ડા એરપોર્ટની બહાર નીકળતા જ મોટા કાફલાની સાથે પેરેડાઈસ માટે નીકળ્યા. તેઓએ કોરોના નિયમોનું પાલન કરતા રેલીની વાત કરી. સાથે જ સરકારના આ પગલાંને લોકશાહી વિરૂદ્ધનું ગણાવ્યું.

દિલ્હી અને દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વધશે ઠંડી
દિલ્હી સહિત દેશના ઉત્તરી-પશ્ચિમી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની સાથે વરસાદ પડ્યો છે. હવામાન વૈજ્ઞાનિક મહેશ પલાવતે જણાવ્યું કે દિલ્હીમાં આજે રાત્રે વરસાદ પડી શકે છે. આ કારણે આ વિસ્તારમાં ઠંડી વધી શકે છે.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં એનકાઉન્ટર, સિક્યોરિટી ફોર્સે 2 આતંકીઓને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ એનકાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. બંને સ્થાનિક આતંકીઓ હતા જેઓ આતંકવાદી સંગઠન LeT અને TRF સાથે જોડાયેલા હતા. IGP કાશ્મીરે જણાવ્યું કે બંને અનેક આતંકી પ્રવૃતિઓમાં સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...