ઓપરેશન બ્લૂ સ્ટારની 38મી વરસી:સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચારોથી તણાવ

અમૃતસર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓપરેશન બ્લૂ સ્ટારની 38મી વરસીએ સોમવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આયોજિત સભામાં ખાલિસ્તાન જિંદાબાદનો સૂત્રોચ્ચાર કરાયો હતો. શ્રીઅકાલ તખ્ત સાહિબના જત્થેદાર જ્ઞાની હરપ્રીતસિંહે શીખોને ગતકા ઉપરાંત આધુનિક હથિયારોની ટ્રેનિંગ આપવા કહ્યું હતું. તેમણે કહ્યું કે શૂટિંગ રેન્જ તૈયાર કરવામાં આવે. આ દરમિયાન અકાલ તખ્ત સાહિબ પર અખંડ પાઠ થયો અને ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન માર્યા ગયેલા શીખોના પરિવારોને સન્માનિત કરાયા હતા.

સોમવારે સુવર્ણ મંદિર પરિસરમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરાઈ હતી. કેટલાક યુવા ખાલિસ્તાની આતંકી જરનૈલ સિંહ ભિંડરાવાલાની તસવીરોવાળી ટી-શર્ટ પહેરેલા દેખાયા હતા. રવિવારે દલ ખાલસા વતી ધલ્લુધારા યાદગાર આઝાદી કૂચ યોજવામાં આવી હતી. તેમાં પણ ભિંડરાવાલાનાં પોસ્ટર દેખાયાં અને વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...