તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાખંડ:પાણીના ભારે વહેણમાં આખલો નદી ઓળંગવા જતાં તણાયો, જુઓ વીડિયો

3 મહિનો પહેલા

ઉત્તરાખંડના ઘુમાકોટામાં ભારે વરસાદને કારણે નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. આ સમયે એક આખલો નદીને ઓળંગવા વહેણની અંદર ઉતરી ગયો હતો. જોતજોતામાં આ આખલાના શું હાલ થાય છે તે જોઈ આ વીડિયોમાં જોઈ શકાય છે. આ આખલાને નદીમાં જતો રોકવા માટે લોકો દ્વારા ઘણાં પ્રયત્ન કરાયા હતાં. છતાં, આખલો નદીના વહેણમાં જતો રહ્યો હતો, પણ પૂરના પાણી સામે ભારેભરખમ આખલાનું શું ગજું? આખલો થોડે આગળ ગયો અને વહેણમાં તણાઈ ગયો હતો. જો કે, તણાયા બાદ આખલો નદીમાં એક પથ્થર પાસે ઊભો રહી ગયો અને ધીમેધીમે પાણીમાંથી બહાર નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...