તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ten Years Later, When The Teacher Was Replaced, The Villagers Said Goodbye With A Shrug, And The Women Performed A Traditional Tribal Dance.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકનું સન્માન:દસ વર્ષ બાદ શિક્ષકની બદલી થતાં ગામલોકોએ ખભે બેસાડીને વિદાય આપી, મહિલાઓએ પરંપરાગત આદિવાસી ડાન્સ કર્યો

એક મહિનો પહેલા

આ દૃશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કે સમાજમાં માતા-પિતા બાદ શિક્ષકને શ્રેષ્ઠ અને આદર્શ માનવામાં આવે છે. ને આવું સન્માન આંધ્ર પ્રદેશના વિજયનગર જિલ્લાના મલ્લુગુડામાં નરેન્દ્ર નામના શિક્ષકને આપવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળામાં દસ વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ તેમની બદલી થઈ હતી. જેથી શિક્ષક નરેન્દ્ર માટે ગામના આદિવાસી લોકોએ મોટા પાયે વિદાયનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથી શિક્ષકો અને મંડળના લોકોએ શિક્ષકને ખભે બેસાડી ધૂમધામથી વિદાય આપી હતી. સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી કે ભૂતકાળમાં આસપાસના વિસ્તારોમાં પણ આવો વિદાય સમારંભ ક્યારેય યોજાયો નથી. નરેન્દ્રએ આવું સન્માન રાતોરાત પણ નહોતું મેળવ્યું. આ માટે તેમણે સતત 10 વર્ષ સુધી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની સાથે સાથે વાલીઓમાં પણ લોકચાહના મેળવી હતી. ગ્રામજનોએ તેમની સેવાઓને માન આપીને એક શોભાયાત્રામાં કાઢીને શિક્ષકને વિદાય આપી હતી. હાલ શિક્ષકની વિદાયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો