• Gujarati News
  • National
  • Telangana Gay Couple Marriage Pics, Mother Father Also Blessed, Hyderabad Gay Couple Marriage

બે મુરતિયા પરણ્યા!:તેલંગાણામાં પહેલીવાર ગે કપલે લગ્ન કર્યા, માતા-પિતાએ પણ આપ્યા આશીર્વાદ; જુઓ મહેંદીથી લઈને ફેરા સુધીની તસવીરો

એક મહિનો પહેલા
  • સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ છેલ્લા એક દાયકાથી એકબીજાને ઓળખે છે

તેલંગાણામાં પહેલીવાર ગે કપલ (સમલૈંગિક પુરુષ) સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ તેમના 10 વર્ષ જૂના સંબંધોને આગળ વધારીને લગ્નના બંધનમાં બંધાયા છે. આ દિવસે સુપ્રિયોએ કહ્યું હતું કે તેમણે લગ્ન કરીને બધાને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે કે ખુશ રહેવા માટે કોઈને મંજૂરીની જરૂર નથી. તેલંગાણામાં આ સમલૈંગિક પુરુષોનું પહેલું કપલ છે. જોકે હજી તેમના લગ્ન રજિસ્ટર કરાયા નથી, પરંતુ તેમના સમારોહમાં પરિવારના અમુક લોકો અને મિત્રો ભેગા થયા હતા. સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગને તેમનાં માતા-પિતાએ પણ આશીર્વાદ આપ્યા છે.

ભારતમાં સમલૈંગિક લગ્ન ગેરકાયદે માનવામાં આવે છે ત્યારે આ કપલે બેન્ડ-બાજા સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. સમારોહમાં પરિવારજનોએ પણ ખુશી ખુશી ભાગ લીધો હતો.

સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ છેલ્લા એક દાયકાથી એકબીજાને ઓળખે છે. જ્યારે એ લોકોને લાગ્યું કે તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા વગર રહી નથી શકતા ત્યારે બંનેએ લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો.

બંનેના લગ્નમાં મિત્રો અને પરિવારજનો થઈને કુલ 60 લોકો સામેલ થયા હતા. બંનેએ સામાન્ય કપલની જેમ જ એકબીજાને રિંગ પહેરાવી હતી અને પછી લગ્ન કર્યા હતા.

આ બંનેના લગ્નમાં તેમનાં પરિવારજનોની પણ સહમતી છે.

આ પહેલાં સુપ્રિયોએ તેમની બેચલર પાર્ટીની તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરોમાં બંનેએ ગ્રૂમ ટૂ બીનું ટેગ પહેર્યું હતું.

સુપ્રિયોએ તેની લગ્નની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. એમાં તેમની માતા તેમને આશીર્વાદ આપતી દેખાય છે.

મહેંદી સેરેમનીની તસવીર.
મહેંદી સેરેમનીની તસવીર.
લગ્નમાં અંદાજે 60 લોકો હાજર રહ્યા હતા.
લગ્નમાં અંદાજે 60 લોકો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...