લાલુ યાદવની નાની વહુ બની શકે છે ડેપ્યુટી CM:તેજસ્વી યાદવ પાર્ટી ચલાવશે; અગાઉ લાલુ પણ આવું કરી ચૂક્યા છે

2 મહિનો પહેલા

બિહારની નવી સરકારમાં મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર જ હશે. ગત વખતે જેડીયુ અને આરજેડી સાથે આવ્યા હતા ત્યારે તેજસ્વી યાદવને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે તેની પત્ની રાજશ્રીને ડેપ્યુટી સીએમ બનાવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આનું કારણ એ છે કે તેજસ્વી યાદવ સહિત તમામ પરિવારના લોકો પર કૌભાંડોના આરોપો લાગતા આવ્યા છે. પાછલી વખત આ મુદ્દાને બીજેપીએ જોરજોરથી ઉઠાવ્યો હતો અને નીતિશે લાલુનો સાથે છેડો ફાડવો પડ્યો હતો.

રાજશ્રી પર કોઈ જ આરોપો નથી. એટલે જ લાલુ પરિવારમાં તેના નામની ચર્ચા થઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજશ્રીને ડેપ્યુટી સીએમ બનાવવાના મુદ્દે લાલુ પરિવાર અને આરજેડીના અમુક નેતાઓ વચ્ચે મોટા સ્તરની બેઠક થઈ હતી. જોકે આરજેડી તરફથી આ વાતને લઈને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટી કરવામાં આવી નથી.

આ હોઈ શકે છે ડેપ્યુટી સીએમ બદલવાનુ કારણ
લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારજનો કૌભાંડોમાં ફસાયેલા છે. લાલુ પ્રસાદ ઘાસચારા કૌભાંડના કેસમાં પકડાયેલા છે. ત્યારબાદ રેલવેમાં જમીનના બદલામાં નોકરી દેવાનો કેસ ચાલે છે. આ કેસમાં રાબડી દેવી અને તેમની મીસા ભારતીનું નામ પણ આ કેસમાં સામેલ છે. આ બન્ને કેસ CBI પાસે છે. આ કેસમાં CBIએ હાલમાંજ અને મે મહિનામાં પણ છાપેમારી કરી હતી.

તેજસ્વી અને રાજશ્રી નાનપણથી દોસ્ત છે.
તેજસ્વી અને રાજશ્રી નાનપણથી દોસ્ત છે.

આ ઉપરાંત CBI પાસે રેલવે હોટેલ્સના ટેન્ડરને લઈને પણ એક કેસ ચાલે છે. આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામ સામે આવેલા છે. EDએ પણ આ કેસમાં મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે. લાલુ યાદવ અને તેમના પરિવારજનો પર ઘણા કેસો દાખલ છે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે તપાસ એજન્સીઓ જો કોઈપણ પગલા લેશે તો સરકાર પર કોઈ જ સંકટ આવી નહિ શકે. આ જ કારણથી રાજશ્રીનું નામ ચર્ચાય રહ્યુ છે. રાજશ્રી પર કોઈ જ કેસ નથી.

સરકારી એજન્સીઓ પાસેથી અપડેટ લઈ રહી છે કેન્દ્ર સરકાર
સૂત્રનાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર બિહારની રાજનીતિને લઈને સતત નજર રાખી રહી છે. સરકારી એજન્સીઓ દ્વારા પાછલા ત્રણ દિવસની ખબરો કેન્દ્ર સરકાર પાસે પહોંચી રહી છે. જેડીયુ અને આરજેડીની દરેક ગતિવિધિઓ પર કેન્દ્રની નજર રહેલી છે. આ વાત જેડીયુ અને આરજેડીને પણ ખબર છે, એટલે જ રાજશ્રીને ડેપ્યુટી સીએમ બનાવવાનો નિર્ણય લઈ શકાય છે.

લાલુ યાદવ પણ રાબડી દેવીને સીએમ બનાવીને ચોંકાવી દીધા હતા આ અગાઉ લાલુ પ્રસાદ યાદવ જ્યારે ઘાસચારા કૌભાંડમાં ફસાયા હતા, ત્યારે તેમણે પોતાની પત્ની રાબડી દેવીને સીએમ બનાવી દીધા હતા.

8 મહિના અગાઉ લગ્ન થયા છે, 7 વર્ષ પહેલા નજીક આવ્યા હતા
9 ડિસેમ્બર 2021ના રોજ તેજસ્વી યાદવે રાજશ્રી સાથે લગ્ન કર્યા હતાય દિલ્લીના સાકેતમાં મીસા ભારતીના સૈનિક ફાર્મ હાઉસ પર આ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પિતા લાલુ યાદવ, માતા રાબડી દેવી, બહેન મીસા ભારતી ભાઈ તેજપ્રતાપ યાદવ અને UPના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને તેની પત્ની ડિંપલ યાદવ પણ આ લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. તેજસ્વી અને રાજશ્રી નાનપણથી દોસ્ત છે. તેઓ 7 વર્ષ પહેલા તેઓ એકબીજાની નજીક આવ્યા હતા.

હરિયાણાની રહેવાસી છે રાજશ્રી
રાજશ્રી ચંડિગઢના વેપારીની પુત્રી છે અને હરિયાણાની રહેવાસી છે. તેજસ્વી અને રાજશ્રી નાનપણથી દોસ્ત છે. બન્ને સાથે DPS, આરકેપુરમમાં સાથે ભણતા હતા. તેઓ 2014થી એકબીજાની નજીક આવ્યા હતા.