તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે. પૂર્વી લદાખ સેકટરમાં પહાડો બરફથી ઢંકાય ગયા છે. જૂનમાં ગલવાન વેલીમાં ચીન સાથે સંઘર્ષ પછી ભારતે આ ઠંડી રૂતુમાં પણ સૈનિકોને 16 હજારથી 18 હજાર ફૂટ ઉંચાઈ LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા)ના અગ્રિમ મોરચે તહેનાત કર્યા છે.
આસામાન્ય વાતાવરણમાં જવાન પોતાની જવાબદારી કોઈ પણ મુશ્કેલી વગર ભજવી શકે અને ફિટ રહે તે માટે દેશભરની કમાન્ડ હોસ્પિટલમાંથી ચૂંટાયેલા સુપર સ્પેશિયાલિસ્ટ, શ્રેષ્ઠ સર્જન અને પેરામેડિક્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. આર્મીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ડોકટરોને ફોરવર્ડ સર્જિકલ સેન્ટર (FMC)માં તહેનાત કરવામાં આવ્યા છે. દર છથી આઠ સપ્તાહમાં નવો સ્ટાફ તહેનાત કરવામાં આવે છે.
ડબ્બામાં બંધ ભોજન પેટ દર્દની સમસ્યા વધારે છે
વિશ્વમાં સૌથી ઊંચા સૈન્ય ક્ષેત્ર સિયાચીનથી પરત ફરેલા એક ડોકટરે જણાવ્યું કે અગ્રિમ મોરચા પર તહેનાત સૈનિકો ડબ્બામાં બંધ ભોજનના કારણે પેટ દર્દની સમસ્યાનો ભોગ બને છે. સૈનિક રક્તચાપમાં ઉતાર-ચઢાવ, મસ્તિષ્ક આઘાત, હાર્ટએટેક, રંગ અંધતા જેવી બીમારીઓનોપણ સામનો કરે છે. તેથી સૈનિકોને યોગાસન, શ્વાસ લેવા માટે વ્યાયામ કરવા માટે કહેવામાં આવે છે.
સૈનિકને અધિકતમ 120 દિવસ માટે જ તહેનાત કરવામાં આવે છે
ઉચ્ચ ક્ષેત્રોમાં કોઈ પણ સૈનિકને વધુમાં વધુ 120 દિવસ માટે તહેનાત કરવામાં આવે છે. ઉચ્ચ રણક્ષેત્રમાં ડ્યૂટી કરીને પરત ફરેલા એક ડોકટરે જણાવ્યું કે જ્યારે ડોકટર બેઝ કેમ્પ પહોંચે છે તો તેઓને 9 હજાર ફુટની ઉંચાઈની ગણતરીએ એક સપ્તાહ સુધી અનુકુળ રહી શકે તે માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે, કે જેથી તેમનું શરીર ઓછા તાપમાનમાં પણ અનુકુળ રહી શકે.
તહેનાતી 13 હજાર ફૂટ પર કરવામાં આવે એ ટ્રેનિંગ 4 દિવસ વધી શકે છે
તહેનાતી 13 હજાર ફુટ પર હોય તો પ્રશિક્ષણ 4 દિવસ અને 18 હજાર ફુટની ઉંચાઈ પર હોય તો 8 દિવસ વધારવામાં આવે છે. આ દરમિયાનન ડોકટરને સામાન્ય કસરત, યોગાસન કરાવવામાં આવે છે. કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી કરાવવામાં આવતી, પ્રોટીન યુક્ત બટર વધુ પ્રમાણમાં ખવડાવામાં આવે છે કે જેથી સ્કિન ડ્રાઈનેસની સમસ્યા ન રહે અને લોહી પણ જાડું ન થઈ જાય.
અનમોલ સપૂતોનો ખ્યાલઃ સૈનિકો માટે આર્કટિક ટેન્ટ, સેન્ટ્રલી હીટેડ બેરેક
સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૈનિકો માટે આર્કટિક ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જે તાપમાનને માઈનસ 20થી માઈનસ 40 ડિગ્રી વચ્ચે રાખે છે. તો બેઝ કેમ્પમાં સેન્ટ્રલી હીટેડ બેરેક બનાવવામાં આવ્યા છે. જેમાં આધુનિક હીટિંગ ઉપકરણ લગાડવામાં આવ્યા છે. ડબ્બા બંધ ખાદ્ય પદાર્થથી બચવા માટે શાકભાજી પણ ઉગાડવામાં આવી રહ્યાં છે, કે જેથી પૌષ્ટિક અને તાજું ખાવાનું મળી શકે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.