LIVE મોત:રમતાં રમતાં કિશોરને હાર્ટ એટેક આવ્યો, કાર સાથે અથડાઈને ઢળી પડ્યો, હિમાચલના શોકિંગ CCTV

3 મહિનો પહેલા

હિમાચલ પ્રદેશના મંડી શહેરથી એક દર્દનાક ઘટના સામે આવી છે. શહેરના ખલિયાર વોર્ડમાં ફૂટબોલ રમતા દરમિયાન 15 વર્ષના કિશોરનું મોત થયું હતું. આ ઘટના ગુરુવારની છે, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ઘટના સ્પષ્ટ થઈ છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે આ હિટ એન્ડ રનની ઘટના છે.

ફૂટેજ સામે આવ્યા બાદ સ્પષ્ટ થયું કે રમતાં રમતાં કિશોર અચાનક જ ગલીમાં પાર્ક કરેલી કાર સાથે અથડાયો હતો. ત્યાર બાદ, કિશોરનું મોત થયું. મૃતક કિશોરની ઓળખ હાર્શુલ શર્મા તરીકે થઈ છે. જો કે, મોતનું અસલી કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. પરંતુ પ્રારંભિક તબક્કે માનવામાં આવી રહ્યું છે કે કિશોરનું મોત હાર્ટએટેકના કારણે થયું છે.

મળતી માહિતી મુજબ, બે-ત્રણ દિવસ પહેલા ખલિયાર વિસ્તારમાં ઘરની નજીક બે બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા. આ દરમિયાન હર્શુલ કાર સાથે અથડાઈને ઢળી પડ્યો. નજીકથી પસાર થઈ રહેલી મહિલાએ હર્શુલને પડતા પણ જોયો હતો. તે બેભાન કિશોરને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...