મૃતદેહને જીવતો કરવા માટે ભજન-કીર્તન:ગયામાં ઝાડ પરથી પડતાં કિશોરનું મોત, હવે જીવતો કરવા માટે કબર પાસે ઝૂમી રહી છે મહિલાઓ

ગયા12 દિવસ પહેલા

બિહારના ગયાના નક્સલ પ્રભાવિત આમસ પ્રખંડના બભનડીહ હાલ ચર્ચામાં છે. છેલ્લા બે દિવસથી અહીં એક મૃત યુવકને જીવતો કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એ માટે યુવકની કબરની આસપાસ કેટલીક મહિલાઓ ભજન-કીર્તન કરે છે. એટલું જ નહીં, ઝૂમે પણ છે. મહિલાઓનો દાવો છે કે ત્રીજા દિવસે કિશોર ફરી જીવતો થઈ જશે. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની કોઈ માહિતી મળી જ નથી.

બભનડીહ ગામનો રહેવાસી કૌલેશ્વર યાદવનો પુત્ર રંજન કુમાર (12) તાડના ઝાડ પરથી રવિવારે પડી ગયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. મોત પછી ગામના સ્મશાન ઘાટમાં કબર ખોદીને મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો. પરિવારે સ્મશાન ઘાટથી પરત ફરી રહ્યાં હતા. આ વચ્ચે કેટલીક મહિલાઓ ત્યાં ઝૂમતી આવી પહોંચી. તેમણે દાવો કર્યો કે તેઓ યુવકને જીવિત કરી દેશે. એ બાદ ત્યાં અંધવિશ્વાસની રમત શરૂ થઈ ગઈ.

મહિલાઓનું એમ પણ કહેવું છે કે ભજન-કીર્તન આગામી ત્રણ દિવસ સુધી ચાલશે.
મહિલાઓનું એમ પણ કહેવું છે કે ભજન-કીર્તન આગામી ત્રણ દિવસ સુધી ચાલશે.

પરિવારના લોકો પણ કબરની આજુબાજુ બેસી ગયા અને મહિલાઓ ત્યાં ભજન-કીર્તનમાં વ્યસ્ત થઈ ગઈ. મહિલાઓએ એક ધાર્મિક ગ્રંથ પણ કબરની ઉપર રાખી દીધો. સ્મશાન ઘાટ અને તે કબરની પાસે નવા ચહેરાઓને ફરકવા પણ દેવામાં આવતા ન હતા. મૃતકના પિતા અને પરિવારના લોકો કોઈની સાથે વાત કરવા માટે પણ તૈયાર ન હતા. આ અંગે વાત કરવી છે એવું સાંભળતાં જ તેઓ ગુસ્સે થઈ જતા હતા. આ મહિલાઓનું એમ પણ કહેવું છે કે ભજન-કીર્તન આગામી કેટલાક દિવસ સુધી સતત ચાલશે. એ બાદ યુવક જીવતો થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...