તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Mau, A Lab Technician Climbed A 100 foot high Water Tank And Made A Fuss For An Hour, Jumping In Front Of His Girlfriend And Killing Himself.

પ્રેમીએ મોતની છલાંગ લગાવી:મઉમાં લેબ ટેક્નિશિયને 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડી એક કલાક સુધી ધમાલ કરી, પ્રેમિકા સામે આવી તો કૂદીને જીવ આપી દીધો

મઉએક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના મઉ જિલ્લામાં રવિવારે પ્રાઈવેટ હોસ્પિટલનો એક લેબ ટેક્નિશિયન 100 ફૂટ ઊંચી ટાંકી પર ચડી ગયો. ત્યાર બાદ તેણે પ્રેમિકાની સામે ટાંકી પરથી મોતની છલાંગ લગાવી દીધી. આ સંજોગોમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક યુવક અને તેની પ્રેમી એકસાથે હોસ્પિટલમાં કામ કરતાં હતાં. એવી માહિતી પણ મળી છે કે આ ઘટના અગાઉ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ યુવક બલિયાનો રહેવાસી હતો
બલિયાના રસડા તાલુકાના બૈજલપુર ગામના રહેવાસી સંતોષ કુમાર (26 વર્ષ) મઉના સરાયલખનસી પોલીસ સ્ટેશન સ્થિત ફાતિમા હોસ્પિટલમાં લેબ-ટેક્નિશિયન હતો. તેની પ્રેમિકા પણ આ હોસ્પિટલમાં કામ કરે છે. બન્ને વચ્ચે લાંબા સમયથી પ્રેમપ્રકરણ ચાલતુ હતું, પણ રવિવારે બન્ને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો શરૂ થઈ ગયો. ત્યાર બાદ સતીશ હોસ્પિટલની બહાર નીકળી ગયો.

થોડી વાર બાદ તે હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પાણીની ટાંકી પર ચડી ગયો. તેણે વહીવટીતંત્ર અને મીડિયાના લોકોને ત્યાં બોલાવવાની માગ કરી. હોસ્પિટલ પ્રશાસને પોલીસને આ અંગે માહિતી આપી અને સંતોષને નીચે ઉતારવા માટે પ્રયત્ન કર્યા, પણ તે પોતાની પ્રેમિકાને બોલાવવાની માગ કરતો રહ્યો.

પ્રેમિકા સામે આવતાં જ યુવક ટાંકી પરથી કૂદી ગયો
હોસ્પિટલ પ્રશાસન અને પોલીસે પ્રેમિકાને બહાર બોલાવી. એવું માનવામાં આવતું હતું કે સંતોષ તેની પ્રેમિકાની વાત માની ટાંકી પરથી ઊતરી જશે, પણ તે સામે આવતાંની સાથે જ સંતોષે ટાંકી પરથી છલાંગ લગાવી લીધી. આ જોઈ લોકો દોડી આવ્યા હતા. પણ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના પરિવારને જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.