તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું હવે આવી બન્યું સમજો:ટેક મહિન્દ્રાએ વાઈરસને ખતમ કરનાર નવો ડ્રગ મોલિક્યુલ શોધ્યો, પેટન્ટ માટે જલદી અરજી કરશે કંપની

14 દિવસ પહેલા

કોરોના વાઈરસ વિશે હવે એક સારા સમાચાર આવ્યા છે. આઈટી કંપની ટેક મહિન્દ્રાએ રીગેન બાયોસાયન્સ (Reagene Biosciences) સાથે મળીને એક નવો ડ્રગ મોલિક્યુલ એટલે કે દવા શોધી લીધી છે. શક્યતા છે કે, આ દવા કોરોના વાઈરસ પર હુમલો કરવામાં સફળ રહી શકે છે. હવે કંપની આ દવાની પેટન્ટ કરાવવાની તૈયારીમાં છે. જેથી તેના પર આગળ રિસર્ચ કરી શકાય.

પેટન્ટ ના થાય ત્યાં સુધી દવાના નામનો ખુલાસો નહીં
ટેક મહિન્દ્રાના ગ્લોબલ હેડ (મેકર્સ લેબ) નિખિલ મલહોત્રાનું કહેવું છે કે, પેટન્ટ ના થાય ત્યાં સુધી મોલિક્યુલના નામનો ખુલાસો કરવામાં નહીં આવે. ટેક મહિન્દ્રા અને રીગેન બાયોસાયન્સ રિસર્ચની પ્રક્રિયામાં છે. મેકર્સ લેબ ટેક મહિન્દ્રા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર્મ છે.

8,000 મોલિક્યુલ પર રિસર્ચ કરાયુ
મલહોત્રાના જણાવ્યા પ્રમાણે મેકર્સ લેબ દ્વારા કોરોના વાઈરસનું કોમ્પ્યૂટેશન મોડલિંગ એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આ કોમ્પ્યૂટેશન ડોકિંગ અને મોડલિંગ સ્ટડિઝના આધાર પર ટેક મહિન્દ્રા અને ભાગીદાર કંપનીએ FDAમાંથી માન્યતા મેળવીને 8 હજાર મોલિક્યુલમાંથી 10 ડ્રગ શોર્ટલિસ્ટ કર્યા છે. આ 10 ડ્રગ મોલિક્યુલને ટેક્નોલોજી દ્વારા ફિલ્ટર કરવામાં આવ્યા છે. તેના પર બેંગલુરુમાં પરિક્ષણ કરવામાં આવ્યું અને ત્યારપછી તેની સંખ્યા 3 થઈ ગઈ.

3D ફેફસાં પર નિરિક્ષણ કરાયું
ત્યારપછી કંપનીએ 3D ફેફસાં તૈયાર કરીને તેના પર પરિક્ષણ કર્યું છે. તેમાં ખ્યાલ આવ્યો કે એક મોલિક્યુલ રિસર્ચ પ્રમાણે કામ કરી રહ્યો છે. મલ્હોત્રાએ કહ્યું કે, ત્યારપછી અમે કોમ્પ્યૂટેશન એનાલિસિસ પૂરુ કર્યું અને અમારા ભાગીદારે ક્લીનિકલ એનાલિસિસ પૂરુ કર્યું. તેમણે કહ્યું કે, આ ટેક્નોલોજી ભવિષ્યમાં દવાના રિસર્ચ માટે રેડી ટેક્નોલોજી છે.

હજી વધારે રિસર્ચની જરૂર
તેમણે કહ્યું કે, હજી આ દવાનું જાનવરો પર રિસર્ચ કરવું જરૂરી છે. પરંતુ અમને વિશ્વાસ છે કે, ટેક્નોલોજિ બાયોલોજિકલ કોમ્પ્યૂટેશનમાં ડ્રગ ડિસ્કવરી મિકેનિઝમમાં ઘટાડો થશે. અમે તેની ક્ષમતાની તપાસ કરી રહ્યા છીએ. મલ્હોત્રાએ કહ્યું કે, સમગ્ર દુનિયામાં ઘણી દવાઓ પર ટ્રાયલ ચાલી રહી છે. અત્યારે લોકો જીવલેણ કોરોના વાઈરસથી સુરક્ષીત થવા માટે માત્ર વેક્સિન પર નિર્ભર છે.

આજે 2 કરોડને પાર થઈ જશે કોરોના સંક્રમિતોનો આંકડો
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ 99 લાખ 19 હજાર 715 પર પહોંચી ગઈ છે. મતલબ કે આજે આ આંકડો 2 કરોડને પાર થઈ જશે. ભારત એવો બીજો દેશ હશે જ્યાં 2 કરોડથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા હશે. અમેરિકામાં સૌથી વધુ 3.38 કરોડ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. છેલ્લા બે દિવસથી નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. રવિવારે દેશમાં 3 લાખ 69 હજાર 147 દર્દીઓ નોંધાયા છે. 3 લાખ 732 લોકો સાજા થયા. શુક્રવારે દેશમાં રેકોર્ડ 4 લાખ 2 હજાર 14 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જે શનિવારે ઘટીને 3 લાખ 92 હજાર 459 થયા હતા.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.69 લાખ છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,421 છેલ્લા 24 કલાકમાં કુલ રિકવર થયા: 2.99 લાખ અત્યાર સુધીમાં કુલ કેસ: 1.99 કરોડ અત્યાર સુધી સાજા થયા: 1.62 કરોડ અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.18 લાખ હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 34.13 લાખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો