તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન:ખેતરે જતી છોકરીઓની છેડતી કરવી ભારે પડી, છોકરાને દોડાવી-દોડાવીને માર્યો

6 દિવસ પહેલા

રાજસ્થાનના અલવરમાં ત્રણ-ચાર છોકરીઓએ એક છોકરાને દોડાવી દોડાવીને માર્યો હતો. અહીં હમીરપુર ગામમાં ખેતરે જતી છોકરીઓની છેડતી કરનારા છોકરાઓને દોડાવી-દોડાવીને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખુદ છોકરીઓએ બનાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાર છોકરીઓ એક છોકરાને રોડ પર પડેલાં પથ્થર ઊઠાવીને મારી રહી છે. આ દરમિયાન છોકરો છોકરીને મારે છે, પણ ત્યાં હાજર બીજી છોકરીઓ છોકરાને મારવા લાગતાં તે ત્યાંથી ભાગી જાય છે.મહત્ત્વનું છે કે, સુનીતા સહિત ત્રણ-ચાર છોકરીઓ ખેતરે જતી હતી. રસ્તામાં કેટલાક છોકરાઓએ તેમની છેડતી કરી હતી. દરરોજ થતી છેડતીથી કંટાળીને છોકરીઓએ તેને માર મારી પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ કરતાં પોલીસે યુવકની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...