દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાની CBI બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તિહાર જેલમાં 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. ED મંગળવારે સવારે લગભગ 11.30 વાગ્યે તિહાર જેલ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાછળથી EDની એક ટીમ આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓ સાથે તિહાર પહોંચી હતી.
રિપોર્ટ્સ પ્રમાણે, EDએ જણાવ્યું હતું કે નવી દારૂની નીતિ બનાવવામાં સાઉથ દિલ્હીના વેપારીઓ પાસેથી 100 કરોડની લાંચ લેવામાં આવી હતી. આ કેસમાં EDએ સોમવારે સાંજે હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ઢલની ધરપકડ કરી હતી. એજન્સીનો દાવો છે કે આ કેસમાં સિસોદિયાનું નામ પણ સામે આવ્યું છે. સોમવારે સાંજે EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CMની પૂછપરછ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.
EDએ સિસોદિયાને આ સવાલો કર્યા હતા
EDએ કોર્ટમાં સિસોદિયાને પૂછવામાં આવતા સવાલોની યાદી પણ બતાવી છે. જેમાં સિસોદિયા 100 કરોડની લાંચ અંગે શું જાણે છે? તેણે દારૂની નીતિ કેમ બદલી? જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 14 દિવસ એટલે કે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેની જામીન અરજી પર કોર્ટ 10 માર્ચે ચુકાદો સંભળાવશે.
અગાઉ, EDએ સિસોદિયાનું નિવેદન રેકોર્ડ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે મંજુરી માંગી હતી. રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને, EDના સવાલોની યાદી પણ બતાવવામાં આવી છે. પ્રથમ- તમે 100 કરોડની લાંચ વિશે શું જાણો છો? શા માટે દારૂની નીતિમાં બદલાવ કરવામાં આવ્યો?
સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 14 દિવસ એટલે કે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમની જામીન અરજી પર કોર્ટ 10 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવશે.
સિસોદિયા કેસ મામલે અપડેટ્સ...
કેજરીવાલે કહ્યું- જેલની કોટડી પણ તેમની હિંમતને હરાવી શકશે નહીં
બીજી તરફ, દિલ્હીના સીએમ કેજરીવાલે સિસોદિયા વિશે કહ્યું- "આજે હું સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન માટે નહીં પણ દેશ માટે ચિંતિત છું. બંને ખૂબ બહાદુર છે, દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે છે. જેલની કોટડી પણ સોસોદિયાની હિંમતને હરાવી શકશે નહીં
કેજરીવાલે કહ્યું- "મેં નક્કી કર્યું છે કે હું હોળી પર આખો દિવસ દેશ માટે ધ્યાન કરીશ. જો તમને લાગે કે વડાપ્રધાનજી યોગ્ય નથી કરી રહ્યા, તો હું તમને વિનંતી કરું છું, હોળીની ઉજવણી કર્યા પછી, થોડા સમય માટે દેશ માટે પૂજા કરજો.
જેલમાં રોટલી-ભાત અને બટાટા-વટાણાનું શાક આપવામાં આવ્યું
મનીષ સિસોદિયાને તિહાર જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તિહારમાં સિસોદિયાને 10*15 ચોરસ ફૂટના સિંગલ સેલમાં રાખવામાં આવ્યા છે. જેલ મેન્યુઅલ મુજબ, તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, ડિનરમાં સિસોદિયાને રોટલી-ભાત અને બટાટા-વટાણાનું શાક આપવામાં આવ્યું હતું.
જેલમાં સત્યેન્દ્ર જૈનથી 500 મીટરના અંતરે સિસોદિયા
સિસોદિયાને જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. તેઓ સત્યેન્દ્ર જૈનના સેલથી માત્ર 500 મીટર દૂર છે. જૈન હાલ જેલ નંબર 7માં છે. જેલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સિસોદિયાને મેન્યુઅલ પ્રમાણે 1 ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ જેવી તમામ જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત તેમને બે ધાબળા અને ચાદર પણ આપવામાં આવી છે.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે મનીષ સિસોદિયાને તેમનાં કેટલાંક કપડાં પણ આપવામાં આવ્યાં છે. મંગળવારે તેમનો પરિવાર જેલમાં તેમની સાથે મુલાકાત કરી શકે છે અને તેમનાં જરૂરી કપડાં અને દવાઓ તેમને આપશે. હાલ મનીષ સિસોદિયા સેલમાં એકલા છે.
આ કેસમાં EDએ હૈદરાબાદના દારૂના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી છે. આ કેસમાં આ 11મી ધરપકડ થઈ છે. લાંબી પૂછપરછ બાદ સોમવારે સાંજે PMLA હેઠળ પિલ્લઈની ધરપકડ કરવામાં આવી હતી. અરુણ દારૂના વેપારીઓના 'સાઉથ ગ્રુપ'ના હેડ છે.
દારૂ પોલિસી કેસમાં સિસોદિયા 20 માર્ચ સુધી જેલમાં રહેશે
દિલ્હી દારૂ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. સિસોદિયાને તિહાર જેલમાં કેદ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ CBI જજ એમકે નાગપાલે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
સિસોદિયાને જેલમાં મળશે આ સુવિધાઓ...
જેલ સુપરિન્ટેન્ડન્ટ આરોપીને મેડિટેશન સેલમાં રાખવાની અપીલ પર ધ્યાન આપશે. સિસોદિયાને જેલમાં પોતાની સાથે ડાયરી, પેન, ભગવદ્ ગીતા અને ચશ્માં રાખવા દેવામાં આવે. સિસોદિયાને MLCમાં લખેલી દવાઓ પણ લેવાની મંજૂરી છે. મનીષ સિસોદિયાને હવે 20 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.