વેક્સિનેશન પછી સિક્કા ચોંટવાનો દાવો ખોટો:ડોક્ટરની ટીમે આપ્યો LIVE ડેમો, કહ્યું- ચુંબકીય શક્તિ જેવું કંઈ નથી, પરસેવાથી ચોંટે છે સિક્કા

જયપુર4 મહિનો પહેલા
  • અગાઉ દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા

સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન અંગે વિવિધ પ્રકારની અફવાઓ ચાલી રહી છે. હવે નવી અફવા એ છે કે જે લોકોને વેક્સિન લાગી ગઈ છે તેમનામાં ચુંબકીય શક્તિ પેદા થઈ રહી છે. આ કારણે તેમના શરીર પર વાસણોથી માંડીને સિક્કા સુધીની વસ્તુઓ ચોંટી રહી છે. અગાઉ દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. અફવાઓ શરૂ થયા પછી રાજસ્થાનના કોટા, સીકર અને બિકાનેર સહિત ઘણાં શહેરોમાં આવા કેસ આવવા લાગ્યા હતા.

આ મામલાનું સત્ય જાણવા માટે દૈનિક ભાસ્કર, રાજસ્થાનની ડિજિટલ ટીમે રાજ્યની સૌથી મોટી SMS હોસ્પિટલની ડોક્ટર્સની ટીમને ઓફિસ બોલાવી. આ સિવાય જાણ્યું કે અંતે આવું કઈ રીતે થાય છે? 5 ડોક્ટર્સની એક્સપર્ટ ટીમે આ દરમિયાન સાબિત કરી દીધું કે ચુંબકીય શક્તિ પેદા થવાનો દાવો સંપૂર્ણ રીતે જુઠ્ઠો છે. તેમણે ટીમના સભ્યોની સાથે લાઈવ ડેમો પણ કર્યો. એમાં તેમણે ટીમના સભ્યોની ઉપર સિક્કા અને ચાવીને ચોંટાડીને પણ જોયું. તેમણે જણાવ્યું કે કોઈની અંદર ચુંબકીય શક્તિ પેદા થઈ જાય તો ે તરફ લોખંડની વસ્તુ જશે, અહીં આવું કંઈ જ થઈ રહ્યું નથી. વેક્સિનથી ચુંબકીય શક્તિ પેદા થતી નથી. તેમનો એ દાવો હતો કે જો કોઈ ચુંબકીય શક્તિ હોય છે તો ગ્રેવિટી ફોર્સની પણ અસર થાય છે.

વાસણો અને સિક્કા જેવી ચીજો ચોંટવાનો દાવો જુઠ્ઠો, કોરોનાથી વેક્સિન જ બચાવશે
ડોક્ટરની ટીમે ન્યૂઝ રૂમના સાથીઓની સાથે પણ ચુંબકીય શક્તિને લઈને ડેમો કર્યો. પરિણામ આશ્ચર્ય કરનારાં હતાં, જેમણે વેક્સિન લગાવી હતી અને વેક્સિન લગાવી ન હતી એ બધાના શરીર પર સિક્કાઓ સરળતાથી ચોંટી રહ્યાં હતાં. કોઈ પર ચાવી ચોંટી રહી હતી. કોઈ પર અન્ય લોખંડની ચીજ. જોકે જ્યારે શરીરને લૂછ્યું તો ચહેરા પર ચોંટેલા સિક્કા અને લોખંડની ચીજો નીચે પડવા લાગ્યાં. ટીમે જણાવ્યું હતું કે જો કોઈ ચુંબકીય શક્તિ હોત તો સિક્કાને પણ નીચે ન પડવા દેત. દાવો એ હતો કે પરસેવાને કારણે આમ થયું છે, જે સામાન્ય છે. આ સમગ્ર તપાસમાં ચુંબકીય શક્તિનો દાવો જુઠ્ઠો નીકળ્યો. ડોક્ટર્સે જણાવ્યું હતું કે વેક્સિન લેવી એ ખૂબ જરૂરી છે, કારણ કે એ એકમાત્ર કોરોનાથી બચવાનો ઉપાય છે.

SMS હોસ્પિટલની ડોક્ટર્સની પેનલ દૈનિક ભાસ્કરની ઓફિસે પહોંચી.
SMS હોસ્પિટલની ડોક્ટર્સની પેનલ દૈનિક ભાસ્કરની ઓફિસે પહોંચી.

એક્સર્ટ પેનલનો દાવોઃ વેક્સિન અને મેગ્નેટિક પ્રોડક્ટ બંને અલગ-અલગ
SMS હોસ્પિટલના ડો.દીપક સતનાનીએ જણાવ્યું હતું કે વેક્સિન તમારા શરીરમાં કોરોનાવાયરસને વીક કરે છે. એ બીમારીની વિરુદ્ધ એન્ટિબોડી બનાવે છે. એન્ટિબોડી બને છે એ એક પ્રકારનું પ્રોટીન હોય છે. એન્ટિબોડી કોઈપણ રીતે ચાર્જ થતી નથી. ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બની જ ન શકે. વેક્સિનમાં કોઈ એવી ચીજ નથી કે જે તમારા શરીરને લોહીચુંબક બનાવી દે. આ બધી અફવા છે. વેક્સિનની ચાર ટ્રાયલ હોય છે. એ વાત સાબિત થઈ ચૂકી છે કે વેક્સિનથી કોઈ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતી નથી. વિશ્વમાં તો ભારતથી ઘણી વધુ વેક્સિન લાગી ચૂકી છે.

દૈનિક ભાસ્કર કાર્યાલયમાં કર્મચારીઓ પર પણ સિક્કાઓ અને લોખંડની ચીજો લગાવીને જોવામાં આવ્યું, પછીથી શરીરને લૂછી લેવાથી ન ચોંટી.
દૈનિક ભાસ્કર કાર્યાલયમાં કર્મચારીઓ પર પણ સિક્કાઓ અને લોખંડની ચીજો લગાવીને જોવામાં આવ્યું, પછીથી શરીરને લૂછી લેવાથી ન ચોંટી.

ડો.ચૈતન્યે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ રીતે નિરાધાર છે. વેક્સિન સાથે ચુંબકીય શક્તિને કોઈ લેવા-દેવા નથી. પીઆઈબીએ એને લઈને એક આર્ટિકલ પબ્લિશ કર્યો, જેમાં આ વાતનો પણ ઉલ્લેખ છે. ડો.પ્રણવે જણાવ્યું હતું કે વેક્સિન ઈમ્યુનિટી અને એન્ટિબોડી ડેવલપ કરે છે. ડો.ધર્મેન્દ્ર પાર્ટીદરે જણાવ્યું કે પરસેવાને કારણે આમ થાય છે. વેક્સિન એક બાયોલોજિકલ પ્રોડક્ટ છે અને લોહ એક મેગ્નેટ છે. બંને એકસાથે કામ કરી શકે છે. ડો.સંજુએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન સાથે જોડાયેલી આ માત્ર અફવા છે. કદાચ પરસેવો કે ઓઈલી સ્કીન હોય તો આમ થઈ શકે છે.

દૈનિક ભાસ્કર કાર્યાલયમાં કર્મચારીઓ પર પણ સિક્કા અને લોખંડની ચીજો સરળતાથી ચોંટી ગયાં.
દૈનિક ભાસ્કર કાર્યાલયમાં કર્મચારીઓ પર પણ સિક્કા અને લોખંડની ચીજો સરળતાથી ચોંટી ગયાં.

પરસેવાની ગ્રંથિની સાથે અન્ય પદાર્થ પણ નીકળે છે, જેને પગલે કંઈપણ સરળતાથી ચોંટી જાય છે
બિકાનેરના હેલ્થ ઓફિસર ડો.નવલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આપણા શરીરમાં પરસેવા માટે જે સ્વેડ ગ્લેન્ડ્સ એટલે કે પરસેવાની ગ્રંથિ હોય છે, એમાંથી પરસેવાની સાથે અન્ય પદાર્થ બહાર નીકળે છે, જે સામાન્ય રીતે ચીકણો હોય છે અને જેની પર સરળતાથી ઘણી વસ્તુઓ ચોંટી જાય છે અને આપણને લાગે છે કે આ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થઈ ગઈ છે.

કોટામાં એક મહિલાના શરીર પર પરસેવાને કારણે મોબાઈલ ચોંટી ગયો.
કોટામાં એક મહિલાના શરીર પર પરસેવાને કારણે મોબાઈલ ચોંટી ગયો.

જેમણે વેક્સિન લીધી નથી તેઓ પણ જો આમ કરશે તો સરળતાથી કંઈપણ ચોંટી જશે. આ અંગેનો ભ્રમ દૂર કરવાની કેટલીક રીતો છે કે શરીરને ભીનાં કપડાં કે પાણીથી સાફ કરીને જુઓ તો કંઈ જ ચોંટશે નહિ. પાઉડર લગાવશો તોપણ નહિ ચોંટે. આ સિવાય હાથ પર કોઈ ચીજને રાખીને એને ઊંધો વાળશો તોપણ એ ગ્રેવિટીના કારણે પડી જશે અને મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ હશે તો એ નીચે પડશે જ નહિ. તમે લોકો ભ્રમમાં વિશ્વાસ ન કરો, સાયન્સ તથ્યો પર આધારિત છે. વેક્સિન જ આપણને કોરોનાથી બચાવશે.