• Gujarati News
  • National
  • Teacher In Morena Performs Naagin Dance In Front Of Students, Police Called For Enquiry

કોચિંગમાં શિક્ષકના નાગિન ડાન્સનો VIDEO વાઇરલ:મોરેનામાં શિક્ષકે વિદ્યાર્થીઓની સામે કર્યો નાગિન ડાન્સ, પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો

3 દિવસ પહેલા

મુરેના પોલીસે વિદ્યાર્થીઓ વચ્ચે ડાન્સ કરતા કોચિંગ ટીચરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. શિક્ષકના ડાન્સનો VIDEO સામે આવ્યો છે. એક VIDEO માં તે ખલનાયક ફિલ્મનો સોન્ગ ચોલી કે પીછે ક્યા હૈ... તેમજ નાગિન ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓએ પણ શિક્ષકની સાથે ડાન્સ કરી રહ્યા છે. પરંતુ આ VIDEO ટ્રોલર્સને પસંદ આવ્યો નથી. ફરિયાદ મળતા જ પોલીસે કોચિંગ ટીચરની પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ બાદ પોલીસે તેમને છોડી દીધો હતો.

આ કિસ્સો જીવાજી ગંજના બંસલ કોચિંગ ક્લાસનો છે અને ટીચર્સ ડેના દિવસે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. જ્યારે કોચિંગ કલાસના સંચાલક મનોજ બંસલનું કહેવું છે કે તેમના ઘરમાં જ કોચિંગ કલાસ છે. સ્ટુડન્ટનો બર્થ ડે હતો. જેમાં મિત્રો અને વિદ્યાર્થીઓ હાજર હતાં. તેમની જીદ પર ડાન્સ કરવો પડ્યો હતો. આ કિસ્સામાં સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી યોગેન્દ્ર સિંહ જાદૌને જણાવ્યું કે ફરિયાદ મળતા કોચિંગ સંચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે કહ્યું છે કે બાળકના બર્થ ડે પર ડાન્સ કર્યો હતો. ખબર નહોતી કે આટલો મોટો મુદ્દો બની જશે. આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવામાં આવશે. તેની સાથે સંકળાયેલા તથ્યો સામે આવતા કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષક કોચિંગમાં નાગિન સોંગ પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો ટ્રોલ થઈ રહ્યો છે.
શિક્ષક કોચિંગમાં નાગિન સોંગ પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો ટ્રોલ થઈ રહ્યો છે.

બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) શિવરાજ શર્માએ કહ્યું કે ગુરૂ-શિષ્યની વચ્ચે ગરિમા હોય છે. જો કોઈ શિક્ષક કોચિંગ પર ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો છે, તો તેની તપાસ કરવામાં આવશે. શિક્ષકને પત્ર મોકલીને જવાબ માંગવામાં આવશે.

બર્થ ડે પાર્ટીમાં શિક્ષકની સાથે વિદ્યાર્થીઓએ પણ ડાન્સ કર્યો.
બર્થ ડે પાર્ટીમાં શિક્ષકની સાથે વિદ્યાર્થીઓએ પણ ડાન્સ કર્યો.
અન્ય સમાચારો પણ છે...