• Gujarati News
  • National
  • Teach Girls Caution: In Gujarat, Girls Are 17% Less Educated Than Boys, The State's Performance In 32 Out Of 40 Categories Is Disappointing.

કન્યા ભણાવો સાવધાન:ગુજરાતમાં છોકરાઓ કરતાં છોકરીઓમાં 17 ટકા ભણતર ઓછું, 40માંથી 32 શ્રેણીમાં રાજ્યનો દેખાવ નિરાશાજનક

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઉન્ડેશનલ લિટરસી રિપોર્ટ: 9 મોટાં રાજ્યોમાં પ.બંગાળ મોખરે, 40માંથી 7 રાજ્યોનો જ દેખાવ સારો

દેશમાં પ્રાથમિક ધોરણોમાં અભ્યાસ કરતા આશરે 12 કરોડ બાળકો વિશે આવેલા ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમેરેલી રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. 5મા ધોરણનાં આશરે 50% બાળકો બીજા ધોરણનાં પુસ્તકો વાંચી શકતાં નથી. આટલું જ નહીં 5મા ધોરણનાં 24.5% અને 7માનાં 24% બાળકો જ બાદબાકી વિશે જાણે છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં ભણતરનું પ્રમાણ 17 ટકા ઓછું છે.

એટલું જ નહીં રાજ્યની શાળાઓમાં માળખાકીય સુવિધાઓની દૃષ્ટિએ પણ નેશનલ એવરેજ કરતા ગુજરાતનો દેખાવ નબળો છે. રિપોર્ટ મુજબ કુલ 40 માપદંડોમાંથી 32માં રાજ્યનો દેખાવ નબળો છે. જ્યારે શિક્ષણની પહોંચ (એક્સેસ ટૂ એજ્યુકેશન)ની શ્રેણીમાં પણ ગુજરાતનો દેખાવ નબળો છે. બીજા ધોરણનાં ફક્ત 3.8% બાળકોને જ ભાગાકાર આવડે છે. ચિંતાની વાત એ છે કે ગત 4 વર્ષના આંકડા જોવામાં આવે તો તેમાં સામાન્ય જ સુધારો કે ઘટાડો દેખાય છે.

ગણિત બગડ્યું : 5માનાં 75%, 7માનાં 76% બાળકો બાદબાકી નથી જાણતાં, બીજા ધોરણનાં 96% બાળકોને ભાગાકાર નથી આવડતા

  • હરિયાણામાં ધો.7નાં 63.2% અને 5માનાં 50.9% બાળકો ડિવિઝન(ભાગાકાર)કરી શકે છે. જોકે કેરળમાં આ આંકડો ક્રમશ: 51.8% અને 43.7% છે અને હિમાચલમાં તે 61% અને 56.6% છે. આ યાદીમાં ત્રણ રાજ્યો ટોચે છે. 2018માં પ્રાથમિક ધોરણમાં ભણતાં દરેક બાળક પર સરેરાશ 15 હજારથી વધુ ખર્ચ કરાયા.

મોટી ચિંતા : મધ્યપ્રદેશ 40માંથી 38 માપદંડો પર બદતર, કેરળ સૌથી ઓછા 27 માપદંડ પર જ ખરું ઊતર્યું નથી

  • ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમેરેસી ઈન્ડેક્સ 40 માપદંડો પર આધારિત છે. તેમાં સ્કૂલનું અંતર, સ્કૂલમાં વીજળી, રમતનું મેદાન, લાઈબ્રેરી, ઈન્ટરનેટ, એડમિશન તથા ડ્રોપઆઉટ રેટ, શિક્ષકોની ઉપલબ્ધતા, બાળમૃત્યુદર જેવી બાબતો સામેલ કરાઈ છે.
ગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં ભણતરનું પ્રમાણ 17 ટકા ઓછું છે.
ગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં ભણતરનું પ્રમાણ 17 ટકા ઓછું છે.

લિંગભેદ કેમ? 3-8 વર્ષનાં બાળકોના સાક્ષરતા દરમાં છોકરાઓથી છોકરીઓ 16% ઓછી, રાજસ્થાનનો નબળો દેખાવ

  • રિપોર્ટ મુજબ દેશમાં 84.7% છોકરાની તુલનાએ 70.5% છોકરીઓ જ સાક્ષર છે. રાજસ્થાન, બિહાર, હરિયાણા, યુપી અને ઝારખંડમાં આ અંતર રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે. રાજસ્થાન 26.6% અંતર સાથે દેશમાં સૌથી દયનીય સ્થિતિમાં છે.

અભણ લોકોની તુલનાએ 12મું ભણેલા લોકોની કમાણી 52 હજાર રૂ.વધુ

  • 5મા સુધી પણ અભ્યાસ ન કરનારાઓની તુલનાએ 12મા સુધી અભ્યાસ કરનારા લોકોની વાર્ષિક આવક 52470 રૂ. વધુ રહે છે. (જૂન 2021માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટેટિવનેસમાં છપાયેલો રિપોર્ટ)

કેરળની સાથે દિલ્હી-છત્તીસગઢ પણ 11-11 માપદંડો પર બહેતર

  • મોટાં રાજ્યોમાં સૌથી બહેતર સાક્ષરતા દર ધરાવતું પ.બંગાળ 40માંથી 31 માપદંડો પર ખરું ઉતર્યું છે. જ્યારે નાના રાજ્યોમાં ટોચ પર કેરળ 11 માપદંડો પર બહેતર રહ્યું છે.

યાદીમાં બિહાર બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે રહ્યાં

  • દેશની આશરે 50% વસતી ધરાવતાં રાજ્યોને જોવામાં આવે તો રાજસ્થાન બાદ બિહાર બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે છે. ઝારખંડ ચોથા તથા છત્તીસગઢ 5માં ક્રમે છે.
અન્ય સમાચારો પણ છે...