તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ લિમિટેડ અને શાપૂરજી પલોનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીના મામલા પર આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટ NCLATએના ચુકાદાના ફગાવતા કહ્યું કે મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવવા તે કાયદાકીય રીતે યોગ્ય છે.
કોર્ટે એ પણ કહ્યું કે શેરનો મામલો ટાટા અને SP ગ્રુપ બંને મળીને પતાવે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો, જેમાં જસ્ટિસ એસ એ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમ પણ સામેલ હતા.
શું કહ્યું કોર્ટે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટાટા સન્સમાં મિસ્ત્રીના પરિવાર સાથે જોડાયેલા એસ પી ગ્રુપના શેરોનું વેલ્યુએશન ટાટા સન્સના અનલિસ્ટેડ શેરોના આધારે નક્કી થશે. કોર્ટ હાલ નક્કી ન કરી શકે કે મિસ્ત્રીને શું વળતર મળવું જોઈએ. તે બંને પક્ષ પરસ્પર બેસીને નક્કી કરી શકે છે. કોર્ટે કહ્યું કે આ અંગે જેટલા સવાલો ઉઠ્યા હતા, તેનો જવાબ ટાટા સમુહના પક્ષમાં છે અને એસપી ગ્રુપની તમામ અરજીઓને ફગાવી દેવામાં આવે છે.
શું કહ્યું હતુ NCLATએ
ટાટા સન્સ પ્રાઈવે લિ અને સાયરસ ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.એ NCLATની વિરુદ્ધ ક્રોસ અપીલ દાખલ કરી હતી, જે અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.
NCLATએ પોતાના આદેશમાં 100 અબજ ડોલરના ટાટા સમુહમાં સાઈરસ મિસ્ત્રીની કાર્યકારી ચેરમેન પદે નિમણૂંક કરી હતી. ટોપ કોર્ટ અનુસાર મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી પીઠે શુક્રવારે આ મામલામાં ચુકાદો સંભળાવ્યો હતો.
શું છે આ મામલો
આ મામલો ગત 2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કંપની લો એપીલેટ ટ્રાઈબ્યુનલે(NCLAT) સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવવાને ખોટું ગણાવ્યું હતું. NCLATએ મિસ્ત્રીને બીજી વખત ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધ ટાટા સન્સ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
24 ઓક્ટોબર 2016એ ટાટા ગ્રુપે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરીમ ચેરમેન બનાવ્યા હતા. ટાટા સન્સનું કહેવું હતું કે મિસ્ત્રીની કામકાજની રીત ટાટા ગ્રુપની કામ કરવાની રીત સાથે મેળ ખાતી નથી. તે પછી 12 જાન્યુઆરીએ 2017એ એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.