તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Tata Group Chairman On Bharat Ratna Campaign; Try And Contribute To India's Growth And Prosperity

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ:સોશિયલ મીડિયા પરના અભિયાન અંગે રતન તાતાએ કહ્યું, ‘હું નસીબદાર ભારતીય... પણ ભારત ‘રતન’ માટે અભિયાન ન ચલાવો’

19 દિવસ પહેલા

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક અભિયાન ચાલી રહ્યું છે. ‘#ભારતરત્ન ફોર રતન તાતા’ના નામથી આ અભિયાન ચાલે છે. મોટિવેશનલ સ્પીકર ડૉ. વિવેક બિન્દ્રા તેનું નેતૃત્ત્વ કરે છે. તેના દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઈ છે કે તાતા જૂથના અધ્યક્ષ રતન તાતાને ભારત રત્નથી સન્માનવામાં આવે. જોકે ખુદ રતન તાતા આ અભિયાન સાથે સંબંધ ધરાવતા નથી. તેમણે શનિવારે આ અભિયાન રોકવા અપીલ કરી હતી. એ માટે સોશિયલ મીડિયા પર #BharatRatnaForRatanTata કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે હવે રતન ટાટાએ જાતે જ મીડિયામાં નિવેદન જાહેર કરીને આ કેમ્પેન રોકવા કહ્યું છે.

‘ભારત રત્ન’ સાથે દેશનું ‘રતન’ : જેઆરડી તાતા સાથે રતન તાતાનો યાદગાર ફોટો. 1992માં જેઆરડીને ભારત રત્ન મળ્યો હતો.
‘ભારત રત્ન’ સાથે દેશનું ‘રતન’ : જેઆરડી તાતા સાથે રતન તાતાનો યાદગાર ફોટો. 1992માં જેઆરડીને ભારત રત્ન મળ્યો હતો.

83 વર્ષના રતન તાતા લખે છે...
રતન ટાટાએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી લખ્યું છે કે, એક વિશિષ્ટ સન્માન માટે મારી તરફેણમાં સોશિયલ મીડિયાના એક વર્ગમાં બે પ્રકારની ભાવના વ્યક્ત કરાઈ રહી છે તેની હું કદર કરું છું. પરંતુ હું વિનમ્રતાપૂર્વક કહું છું કે આ અભિયાન રોકવામાં આવે. તેના બદલે હું મારી જાતને એક ભારતીય તરીકે ભાગ્યશાળી માનું છું. આ હેસિયતથી જ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરું છું.

મોટિવેશનલ સ્પીકરે શરૂ કરી માગ
મોટિવેશનલ સ્પીકર ડૉ. વિવેક બિંદ્રાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર રતન ટાટાને ભારત રત્ન આપવાની માગણી કરી હતી. બિંદ્રાએ લખ્યું હતું કે રતન ટાટા વિશ્વાસ રાખે છે કે આજના એન્ટ્રપ્રિનર્સ ભારતને આગામી રસ્તા પર લઈ જઈ શકે છે. અમે તેમને ભારત રત્ન આપવાની માગણી કરીએ છીએ. અમારા આ અભિયાન સાથે જોડાઓ અને પોસ્ટને વધારે ને વધારે શેર કરો. ત્યાર પછી ટ્વિટર પર #RatanTata અને #BharatRatnaForRatanTata ટોપ ટ્રેન્ડમાં આવી ગયું.

યુઝર્સે ટાટાની ખૂબીઓનાં વખાણ કર્યાં
સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત રતન ટાટાનાં સારાં કામોને પોસ્ટ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટાટાએ દરેક મુશ્કેલ સમયમાં દેશનો સાથ આપ્યો છે અને દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો