તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Tata Gets Contract To Construct New Parliament Building, New Building To Be Constructed In Front Of Old Building At A Cost Of Rs 865 Crore

ટાટા કંપની નવું સંસદ ભવન નિર્માણ કરશે:ટાટાને મળ્યો સંસદની નવી ઈમારત તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ, 865 કરોડના ખર્ચે જૂની ઈમારતની સામે બનશે નવી ઈમારત

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બે ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનશે
  • લોકસભામાં અત્યારે 545 સાંસદ છે, નવા ગૃહમાં 900 સાંસદોને બેસવાની ક્ષમતા હશે, જેથી બેઠક વધતા મુશ્કેલી ન પડે

સંસદની નવી ઈમારત બનાવવાનો કોન્ટ્રેક્ટ ટાટા કંપનીને મળ્યો છે. રૂપિયા 865 કરોડના ખર્ચથી તૈયાર થનારી આ ઈમારતનો કોન્ટ્રેક્ટ બુધવારે ટાટાને મળ્યો છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ઈમારતનું નિર્માણ 21 મહિનામાં પૂરું થઈ જાય તેવી શક્યતા છે. આ ઈમારત પાર્લામેન્ટ હાઉસ સ્ટેટના પ્લોટ નંબર 118 પર બનશે. આ ઈમારતનો માસ્ટર પ્લાન ગયા વર્ષ તૈયાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બન્ને ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનાવશે. આ સાથે કેન્દ્રીય સચિવાલય માટે 10 નવી ઈમારતો બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન, વર્તમાન સંસદ ભવન, ઈન્ડિયા ગેટ અને નેશનલ આક્ચાઈવ્ઝ ઓફ ઈન્ડિયાની ઈમારતને એમ જ રાખવામાં આવશે, જોકે માસ્ટર પ્લાન સમયે કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્લાન અંતિમ નથી.

આ પ્રમાણે હશે નવું સંસદ ભવન

  • લોકસભાની નવી ઈમારતમાં ગૃહની અંદર 900 બેઠક હશે. ભવિષ્યમાં લોકસભામાં બેઠક વધારવાને લઈ કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ યોજના ઘડવામાં આવી છે.
  • નવા ગૃહમાં બે-બે સાંસદો માટે એક સીટ હશે, જેની લંબાઈ 120 સેન્ટીમીટર હશે. એટલે કે એક સાંસદને 60 સેમી જગ્યા મળશે.
  • સંયુક્ત સત્ર સમયે આ બે બેઠકો પર ત્રણ સાંસદ બેસશે. એટલે કે 1350 સાંસદ બેસી શકશે. રાજ્યસભાની નવી ઈમારતમાં 400 બેઠક હશે.
  • દેશની વિવિધતાને દર્શાવવા માટે સંસદ ભવનની દરેક બારીનો આકાર અને અંદાજ અલગ હશે.

પ્રધાનમંત્રી આવાસ સાઉથ બ્લોકની વર્તમાન ઈમારત પાછળ બનશે
PM નિવાસઃ
સાઉથ બ્લોકની વર્તમાન ઈમારતની પાછળ નવું PMO તૈયાર થશે. તેની પાછળ પ્રધાનમંત્રી નિવાસ બનશે. અત્યારે પ્રધાનમંત્રી નિવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર છે. આ નિવાસને સાઉથ બ્લોક પાસે તૈયાર કરવાથી ફાયદો એ થશે કે પ્રધાનમંત્રીને ઓફિસ અને સંસદ આવવા માટે ટ્રાફિક અટકાવવાની જરૂર નહીં પડે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો