તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Fire Broke Out While Mixing Chemicals At A Fireworks Factory In Virudhnagar; 6 Deaths; 10 Wounded

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુમાં દુર્ઘટના:વિરૂદ્ધનગરની ફટાકડા ફેક્ટરીમાં આગથી 16નાં મોત, 36 ઈજાગ્રસ્ત; કેમિકલ મિક્સ કરવાના સમયે ઘટી દુર્ઘટના

બેંગલુરુ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
આગમાં ફટકડા ફેક્ટરી સંપૂર્ણપણે સળગીને ખાક થઈ ગઈ. દુર્ઘટના શુક્રવારે બપોરે ઘટી, જ્યારે ત્યાં ફટાકડા માટે અનેક કેમિકલને મિક્સ કરીને મસાલો તૈયાર કરવામાં આવી રહ્યો હતો. - Divya Bhaskar
આગમાં ફટકડા ફેક્ટરી સંપૂર્ણપણે સળગીને ખાક થઈ ગઈ. દુર્ઘટના શુક્રવારે બપોરે ઘટી, જ્યારે ત્યાં ફટાકડા માટે અનેક કેમિકલને મિક્સ કરીને મસાલો તૈયાર કરવામાં આવી રહ્યો હતો.

તમિલનાડુના વિરુદ્ધનગરની એક ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 36 લોકોને ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ કેમિકલ મિક્સ કરવા દરમિયાન આગ લાગી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં કેટલાંક લોકોને સીરીયસ બર્ન ઈન્જરી થઈ છે.

વિરુદ્ધનગરની ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ તે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.
વિરુદ્ધનગરની ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ તે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.

કેન્દ્ર-રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી
આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડથી 2-2 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો, તમિલનાડુ સરકારે પણ મૃતકોના પરિવારોને 3-3 લાખ અને ગંભીર રીતે ઘાયલોને 1-1 લાખ રૂપિયાની મદદની વાત કરી છે.

આગમાં ગંભીર રીતે ઘાયલ લોકોને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે હોસ્પિટલ પહોંચાડ્યા
આગમાં ગંભીર રીતે ઘાયલ લોકોને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે હોસ્પિટલ પહોંચાડ્યા

મદુરાઈમાં 4 મહિના પહેલાં 5 લોકોના મોત થયા હતા
આ પહેલા ગત ઓક્ટોબરમાં મદુરાઈની એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. તેમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે કેમિકલ મિક્સ કરતી વખતે ઘર્ષણના કારણે આગ લાગી હતી, જેના કારણે સિલસિલાબંધ બ્લાસ્ટ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો