તામિલનાડુમાં એક માતાએ જ તેની સગીર છોકરીનો રેપ કરાવ્યો અને પછી તેના એગ્સનો સોદો કર્યો. ઘટના સેલમ જિલ્લાની છે. તપાસમાં ખબર પડી કે સગીર છોકરી પર તેની માતા જ તેના પુરુષ મિત્ર પાસે રેપ કરાવતી હતી અને ત્યાર પછી તેના એગ્સ હોસ્પિટલમાં વેચવામાં આવતા હતા. રેપ પીડિતાની માતા અને તેના પુરુષ મિત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.
તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે છોકરી સાથે રેપ અને તેના એગ્સ વેચવાનું કામ 2017થી ચાલતું હતું. એ વખતે છોકરી સગીર હતી. છેલ્લાં 4 વર્ષમાં 8 વખત તેના ગર્ભનો સોદો કરવામાં આવ્યો છે. ઘટના સામે આવ્યા પછી રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓએ છોકરી સાથે વાતચીત કરીને તેનું કાઉન્સેલિંગ શરૂ કરી દીધું છે.
હોસ્પિટલમાં એગ્સ 20 હજાર રૂપિયામાં વેચાય છે
પીડિતાએ જણાવ્યું હતુું કે દર વખતે પ્રેગ્નન્ટ થયા પછી એગ્સ વેચતા હોસ્પિટલમાંથી 20 હજાર રૂપિયા મળતા હતા. એમાં 5 હજાર રૂપિયા એક મહિલા કમિશન તરીકે લેતી હતી અને બાકી પૈસા મા અને તેનો મિત્ર રાખતો હતો. આવું બે વર્ષમાં બેવાર કરવામાં આવતું હતું.
પીડિતાની ફરિયાદના આધારે પગલાં લેવાયાં
પીડિતાનાં માતા-પિતાના 10 વર્ષ પહેલાં ડિવોર્સ થઈ ગયા હતા. ત્યાર પછી છોકરી તેની માતા અને તેના પુરુષ મિત્ર સાથે રહેતી હતી. ઘણાં વર્ષોથી શોષણનો ભોગ બનતી છોકરી મે મહિનામાં ભાગીને તેના મિત્ર પાસે જતી રહી હતી. છોકરીએ તેના મિત્રને દરેક મુશ્કેલીઓ જણાવી, ત્યાર પછી તેના મિત્ર અને અમુક સંબંધીઓએ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છોકરી અને તેના પુરુષ મિત્રની ધરપકડ કરી લીધી છે.
રાજ્ય સરકારે તપાસ માટે કમિટી બનાવી
રાજ્યના સ્વાસ્થ્ય સચિવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. અત્યારે પોક્સો એક્ટ અને IPC કલમ 420, 464,41,506 (2) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં વધતા જતા વાંઝિયાપણાના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, પોલીસનું કહેવું છે કે આ કેસમાં અમુક ડોક્ટર્સ અને દલાલોની પણ ઓળખ કરવામાં આવી છે. તેમની સામે પણ પગલાં લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.