મોતના મુખમાંથી બચાવ્યા:અચાનક વોટર લેવલ વધવાથી દીકરા સાથે ઝરણામાં ફસાઈ મહિલા, બે લોકોએ તારણહાર બનીને જીવ બચાવ્યો

એક મહિનો પહેલા

તમિલનાડુના સલેમ જિલ્લાના અનાઈવરી વોટરફોલમાં ફસાયેલા મા-દીકરાના રેસ્કયૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાજુ પાણીનો જોરદાર પ્રવાહ અને બીજી બાજુ લપસણા ખડકો જોવા મળી રહ્યા છે. તેમાં એક મહિલા તેના પાંચ વર્ષના બાળક સાથે ફસાઈ ગઈ છે.

આવી સ્થિતિમાં મા અને દીકરાનું બચવું મુશ્કેલ લાગી રહ્યું હતું. ત્યારે જ બે લોકો બહાદુરી બતાવે છે અને મા-દીકરાને બચાવવાના પ્રયત્નમાં લાગી જાય છે. તે લોકો લપસણા ખડકો પર ચઢે છે અને મા-દીકરાને બચાવી લે છે, પરંતુ પરત ફરવા દરમિયાન બંને લપસીને પાણીમાં પડી જાય છે. જોકે, થોડી જ ક્ષણોમાં તેઓ તરીને ફરી કિનારા પર પહોંચી જાય છે. આ પ્રમાણે એક મોટી દૂર્ઘટના ટળી છે.

મહિલા અને દિકરાનું રેસ્ક્યૂનો પ્રયત્ન કરી રહેલા લોકો
મહિલા અને દિકરાનું રેસ્ક્યૂનો પ્રયત્ન કરી રહેલા લોકો

ભારે વરસાદના કારણે વોટર લેવલ અચાનક વધી ગયું
કલવરાયણ પહાડો પાસે ભારે વરસાદ થયો. તે કારણથી અનાઈવરી વોટરફોલનું જળસ્તર વધી ગયું. આ બધું એટલું ઝડપથી થયું કે લોકો બચવા ભાગી પણ ન શક્યા અને તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

પાણીના ઝડપી પ્રવાહના કારણે મહિલા ફસાઈ ગઈ હતી
પાણીના ઝડપી પ્રવાહના કારણે મહિલા ફસાઈ ગઈ હતી

વીકેન્ડ પર વોટરફોલ દેખવા પ્રવાસીઓ આવ્યા હતાં
અનાઈવરી વોટરફોલ સલેમ જિલ્લાનું પ્રમુખ પર્યટક સ્થળ છે. અહીં વિકેન્ડ પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. ગયા રવિવારે પણ લોકો વોટરફોલ જોવા આવ્યા હતાં. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મોજ-મસ્તી કરી રહ્યા હતાં. તે દરમિયાન આ ઘટના બની. જોકે, આ ઘટના પછી વોટરફોલને થોડા દિવસો માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...