• Gujarati News
  • National
  • Talks With Taiwanese Supplier Wistron Corp, If The Deal Is Finalized, Tata Will Become The First Indian Company To Manufacture The IPhone

ટાટા બનાવશે iPhone:તાઇવાનના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત, ડીલ ફાઇનલ થશે તો ટાટા આઇફોન બનાવનારી પ્રથમ ભારતીય કંપની બનશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર સ્થાપવા માટે ટાટા ગ્રુપ Apple Inc.ના તાઈવાનના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહ્યું છે. આ સંયુક્ત સાહસ ભારતમાં iPhone એસેમ્બલ કરશે. ટાટા ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગમાં વધુ આગળ વધવા માંગે છે. જો આ ડીલ થશે તો, ટાટા આઇફોન બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની જશે. હાલમાં ભારત અને ચીનમાં વિસ્ટ્રોન અને ફોક્સકોન iPhone એસેમ્બલ કરે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારતીય કંપની iPhones બનાવવાનું શરૂ કરશે તો તે ચીનને મોટી ટક્કર આપશે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં કોવિડ લોકડાઉન અને અમેરિકા સાથેના રાજકીય તણાવને કારણે ચીન જોખમમાં છે. વધતા ભૌગોલિક રાજકીય જોખમોના સમયે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માટે Apple iPhone મેન્યુફેક્ચરિંગ માટે ચીન પર નિર્ભર રહેવા માંગતી નથી.

ડીલને અંતિમ સ્વરુપ આપવાનું બાકી

ડીલની વિગતો અને માળખું તૈયાર કરવા માટે શેરહોલ્ડિંગને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ બાબતની નજીકના એક સૂત્રના જણાવ્યા અનુસાર, તે વિસ્ટ્રોનના ઈન્ડિયા ઓપરેશન્સમાં ઈક્વિટી ખરીદી શકે છે અથવા આઈફોન બનાવવા માટે એસેમ્બલી પ્લાન્ટ સ્થાપી શકે છે. ઉપરાંત, Apple સ્થાનિક કંપનીઓ સાથે મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવા માટે કામ કરવા માટે જાણીતું છે.

iPhoneનું ઉત્પાદન 5 ગણું વધારવાનું લક્ષ્યાંક

સૂત્રના જણાવ્યા અનુસાર, વિસ્ટ્રોન ભારતમાં ઉત્પાદિત iPhonesની સંખ્યામાં 5 ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખે છે. જો આ ભાગીદારી થાય છે, તો તે આઇફોન ઉત્પાદન સુધી મર્યાદિત રહેશે નહીં. સ્માર્ટફોનથી આગળ આ મેન્યુફેક્ચરિંગ બિઝનેસને આગળ લઇ જવામાં આવશે. ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ અને હાઇ ટેક મેન્યુફેક્ચરિંગ કંપની માટે મુખ્ય ફોકસ ક્ષેત્રો છે.

વિસ્ટ્રોનને મળશે મજબૂત પાર્ટનર

ટાટા ગ્રુપનો મોટાભાગનો બિઝનેસ સોફ્ટવેર, સ્ટીલ અને કાર જેવા સેક્ટરમાં છે. પરંતુ કંપનીએ દક્ષિણ ભારતમાં આઇફોનનું ઉત્પાદન શરૂ કરવા માટે સ્માર્ટફોન સપ્લાય ચેઇનમાં પ્રારંભિક પગલાં લીધાં છે. ખોટમાં ચાલી રહેલા વિસ્ટ્રોનને ભારતીય બિઝનેસ માટે મજબૂત સ્થાનિક ભાગીદાર મળશે. 2017માં વિસ્ટ્રોનએ આઇફોન બનાવવાની શરૂઆત કરી હતી. તાઇપે સ્થિત કંપની હાલમાં કર્ણાટકમાં તેના પ્લાન્ટમાં iPhone એસેમ્બલ કરે છે.

iPhoneનું સૌથી વધુ ઉત્ત્પાદન ચીનમાં

ચીનમાં iPhoneનું સૌથી વધુ ઉત્ત્પાદન થાય છે. એપલ ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન જેવા પોતાના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર્સને પાર્ટ સપ્લાય કરે છે. ત્યારબાદ મેન્યુફેક્ચર્સ તેને એસેમ્બલ કરી આઇફોન તૈયાર કરે છે. Appleએ 2017માં iPhone SEની સાથે ભારતમાં આઇફોન બનાવવાની શરૂઆત કરી હતી. તમે iPhone ની સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરી શકો છો.