તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Talks Between The Two Lasted For 4 Hours, Discussion On Making Leader Of The Opposition In The Year 2024, Mamata's Tacit Support

પવારનું પાવર પોલિટીક્સ:પ્રશાંત કિશોર સાથે 4 કલાક વાતચીત, ભાજપ પ્રત્યે શિવસેનાનું નરમ વલણ 2024 માટે નવા સમીકરણનો પાયો તૈયાર

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ચૂંટણી રણનીતિનું કામગીરીથી બ્રેક લઈ ચુકેલા પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)પ્રમુખ શરદ પવાર વચ્ચે શનિવારે આશરે 4 કલાકની લાંબી મુલાકાત યોજાઈ. શરદ પવારના મુંબઈ સ્થિત સિલ્વર ઓકે બંગલેમાં યોજાયેલ બેઠક બાદ મહારાષ્ટ્રમાં ફરીથી અટકળોનો દરો શરૂ થઈ ગયો છે.

આ સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે પ્રશાંત કિશોર,NCP સાથે એક રણનીતિકાર પોતાની બીજી ઈનિંગ શરૂ કરી શકે છે. જોકે, રાજકિય મોરચે એક ચર્ચા પવારનું UPA અધ્યક્ષ સાથે વિપક્ષનો ચહેરો બનાવવાની પણ માંગ છે. બંગાળ ચૂંટણી બાદ પવારે મમતાને ફોન કરી અભિનંદન પાઠવ્યા હતા.

વર્ષ 2024માં PM નરેન્દ્ર મોદીની સામે વિપક્ષનો ચહેરો કયો હશે તે અંગે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ચર્ચા થઈ રહી છે. દરમિયાન પ્રશાંત કિશોર અને પવારની મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ મુલાકાતને મમતાની રણનીતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં NCP અને કોંગ્રેસ સાથે મળી સરકાર ચલાવી રહેલી શિવસેનાના નેતા સંજય રાઉતે કેટલાક દિવસ અગાઉ જ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી દળોના ગઠબંધનની રચના માટે વાતચીત શરૂ થશે.

અજિત પવારે દાવો નકારી કાઢ્યો
પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાતને અંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પુણેમાં કહ્યું કે પ્રશાંત કિશોર કોઈ પણ ચૂંટણીનો ભાગ બનશે નહીં. તે પવાર સાહેબ સાથે પોતાના કેટલાક અનુભવો અંગે વાતચીત કરવા આવ્યા હશે અથવા તો તેમનું અન્ય કોઈ કામ હશે.

અજિત પવારે વધુમાં જણાવ્યું કે શરદ પવારને મળવા માટે વિવિધ ક્ષેત્રોના લોકો મળવા માટે આવતા હોય છે. તો શું આ મુલાકાત વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખી થઈ છે, આ અંગે પવારે કહ્યું કે પ્રશાંત કિશોર અગાઉ કહી ચુક્યા છે કે બંગાળની ચૂંટણી તેમની અંતિમ છે.

રણનીતિકાર પ્રશાંત સાથે આ આગ્રણીઓ અગાઉ જોડાયેલા હતા
પ્રશાંત કિશોર અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી, કેપ્ટન અમરિંદર સિંહ, મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી માટે ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કરી ચુક્યા છે.

સંજય રાઉતના નિવેદનથી રાજકિય ગરમી વધી
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે શુક્રવારે આપેલા એક નિવેદને રાજ્યમાં માહોલને ગરમ કરી દીધો હતો. રાઉતે કહ્યું હતું કે મોદી દેશના ટોપ લીડર છે. તેમના આ નિવેદનને લઈ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું.