તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Talks Between Prime Minister Modi And Putin On The Afghanistan Crisis Lasted For 45 Minutes

અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા:અફઘાનિસ્તાન સંકટ પર પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચે વાતચીત, 45 મિનિટ સુધી ચર્ચા ચાલી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન  - ફાઈલ ફોટો - Divya Bhaskar
નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન - ફાઈલ ફોટો

અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખો વચ્ચે વાતચીત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી આશરે 45 મિનિટ સુધી ચર્ચા કરી છે.

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બંને નેતાએ આ ચર્ચામાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અને બંને દેશોના સહયોગને લઈને ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ચર્ચાની જાણકારી આપી છે. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર પોતાના મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે વિસ્તૃત અને ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન કર્યું. અમે દ્વિપક્ષીય મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી, જેમાં કોવિડ-19 વિરુદ્ધ ભારત-રશિયા સહયોગ સામેલ છે. અમે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પરામર્શ ચાલુ રાખવા પર સહમત થયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પહેલાં જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરી હતી. હાલ દરેક દેશ અફઘાનિસ્તાનના સંકટ પર નજર રાખીને બેઠા છે, સાથે જ કાબુલ એરપોર્ટથી ચાલુ રેસ્ક્યૂ-ઓપરેશનને લઈને પણ દરેક દેશ વચ્ચે સહયોગ ચાલુ છે.

તાલિબાની શાસનને માન્યતા હાલનો મોટો પ્રશ્ન
વિશ્વના તમામ દેશો માટે હાલ તાલિબાનની સરકારને માન્યતા આપવી કે નહીં એ મોટો પ્રશ્ન છે. કેટલાક દેશોએ તાલિબાનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને કેટલાક દેશોએ તાલિબાનને સમર્થન પણ આપ્યું છે. એવા પણ સમાચાર આવ્યા હતા કે તાલિબાનની ચીન અને પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રીઓ સાથે અલગ-અલગ બેઠક પણ થઈ છે.

રશિયન રાજદૂતે હાલમાં જ તાલિબાનની પ્રશંસા કરી હતી
હાલમાં જ અફઘાનિસ્તાનમાં તહેનાત રશિયન રાજદૂત દિમિત્રી ઝિરનોવે તાલિબાનના આચરણની પ્રશંસા કરી હતી. તેમણે તાલિબાનનું વલણ સકારાત્મક અને વ્યાપારી જેવું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કટ્ટરપંથી ઈસ્લામી જૂથે પહેલા 24 કલાકોમાં કાબુલથી પાછળના અધિકારીઓની તુલનામાં વધારે સુરક્ષિત બનાવી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...