• Gujarati News
  • National
  • Talking To Reporters, The Union Minister Said Years Later Why A Bulldozer Was Driven To His Father in law's House Without Telling His Wife.

નિતિન ગડકરીએ યાદ કર્યો કિસ્સો:પત્રકારો સાથેની વાત-ચીત દરમિયાન કેન્દ્રિય મંત્રીએ વર્ષો બાદ જણાવ્યું કે પત્નીને જણાવ્યા વગર કેમ સસરાના ઘરે બુલડોઝર ચલાવાયેલું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિતિન ગડકરી- ફાઈલ ફોટો - Divya Bhaskar
નિતિન ગડકરી- ફાઈલ ફોટો

કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યને તપાસવા સોહના પહોચ્યા હતાં. તે દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે પાતાના સસરાના ઘર પર બુલડોઝર ચલાવાનો એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે એક કિસ્સો જણાવતા કહ્યું કે મારા નવા-નવા લગ્ન થયા હતા અને એક પરિયોજના દરમિયાન મારા સસરાનું ઘર રસ્તાની વચ્ચે નડી રહ્યુ હતું. સમસ્યા મોટી હતી, લોકોને આવન-જાવન કરવામાં તકલીફોનો સામનો કરવો પડતો હતો. તેવામાં કોઈ નિર્ણય લેવો જરુરી હતો.

પરંતુ કામની વચ્ચે પોતાના સસરાનું ઘર આવવાને કારણે તેઓ ધર્મ સંકટમાં પડી ગયા હતાં. ખૂબ જ વિચારીને ગડકરીએ પોતાના કર્મને આગળ કરી પત્નીને જણાવ્યા વગર સસરાના ઘર પર બુલડોઝર ચલાવડાવી દીધું અને રસ્તો બનાવી દીધો. તેના બાદ સામાન્ય જનતાનું આવન-જાવન સરળ બની ગયુ હતું.

ગડકરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો તાગ મેળવવા પહોંચ્યા હતા
જાણવા મળ્યું છે કે દિલ્હી અને મુંબઈ વચ્ચે માર્ગ મુસાફરીની સુવિધા માટે હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ ચાલી રહ્યું છે. તેના નિર્માણ પછી દિલ્હીથી મુંબઈ સુધીની મુસાફરી માત્ર 12 કલાકમાં સડક માર્ગે શક્ય બનશે. ગડકરી હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે ગુરુવારે આ જ બાંધકામના કામનો તાગ મેળવવા સોહના પહોંચ્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં તેમણે સસરાના ઘરની વાત શેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...