તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીખળ કે ષડયંત્ર?:તખ્ત શ્રી હરમંદિર પટના સાહિબ અને બાલ લીલા ગુરૂદ્વારાને બોંબથી ઉડાવી દેવાની ધમકી

પટના10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીને રજિસ્ટર્ડ ટપાલથી ધમકીનો પત્ર મળ્યો
  • પટના સાહિબ ગુરૂદ્વારા પાસેથી 50 કરોડની ખંડણીની માગ

પટના સાહિબના હરમંદિર ગલી સ્થિત ગુરૂદ્વારા તેમજ બાલ લીલા ગુરૂદ્વારાને 1 મહિનાની અંદર 50 કરોડની ખંડણી ન આપવામાં આવે તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આવો ધમકીનો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીને મળ્યો છે. આ મામલે કમિટીએ બિહારના ડીજીપીને ત્વરિત કાર્યવાહીની માગણી કરી છે.

એન્વલપમાં બીજા એક પત્રમાં એક આચાર્ય અને બે શિક્ષકો પર ધર્મગ્રંથો બાળવાનો આરોપ
આ ધમકીનો પત્ર જે એન્વલપમાં મળ્યો છે તેની સાથે તેમાં અન્ય એક પત્ર પણ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે તખ્ત ક્ષી હરમંદિર પટના સાહિબ અને બાલ લીલા ગુરૂદ્વારાને બોમ્બથી ઉડાવવાની ધમકી રજિસ્ટર્ડ પોસ્ટથી તખ્ત સાહિબના સરનામે મોકલાયો છે. ખંડણી અને બોમ્બથી ઉડાવવાની ધમકીનો પત્ર મળ્યા પછી કમિટિના મહાસચિવ મહેન્દ્રપાલ સિંહ ઢિલ્લને બિહારના ડીજીપીને આ મામલે જાણ કરી હતી. આ ધમકીનો પત્ર જે એન્વલપમાં મળ્યો તેમાં જ અન્ય એક પત્ર પણ હતો. આ બીજા પત્રમાં મારવારી હાઈસ્કૂલના પ્રાચાર્ય તથા બે શિક્ષકો પર જૂના ધર્મગ્રંથોને બાળવાનો, વેચવાનો અને નષ્ટ કરવાનો આરોપ પણ લગાવાયો છે.

કોઈ તોફાની તત્વોનું કારસ્તાન હોવાની પોલીસને આશંકા
જો કે પોલીસના અનુસાર, પ્રથમ દૃષ્ટિએ આ કોઈ તોફાની તત્વોનું કારસ્તાન જણાઈ રહ્યું છે. પૂર્વીય એસપી જિતેન્દ્ર કુમારે કહ્યું કે આ મામલે દોષિતોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ઊંડી તપાસ ચાલી રહી છે. ધમકીના પત્રમાં 50 કરોડ રૂપિયાની માગણી કરાઈ છે એટલું જ નહીં તેમાં બે મોબાઈલ નંબરો પણ આપેલા છે જ્યાં સંપર્ક કરવા માટે પણ કહેવાયું છે. આ ઉપરાંત પત્રમાં એવી પણ ધમકી અપાઈ છે કે પોલીસને જો જાણ કરવામાં આવશે તેને જાનથી મારી નાખવામાં આવશે.

જ્યારે બીજો જે પત્ર મળ્યો છે તેમાં મારવાડી હાઈસ્કૂલના આચાર્ય દ્વારા સેંકડો મૂળ ગ્રંથ અને ધાર્મિક ગ્રંથોને બાળી નાખવાની, વેચવાની તથા નષ્ટ કરી દીધા હોવાની વાત કરાઈ છે. જેમાં વિદ્યાલયના બે શિક્ષકો પણ સામેલ હોવાનું આ પત્રમાં લખ્યું છે. મહાસચિવે કહ્યું હતું કે આ બંને પત્રો કોઈ એક જ વ્યક્તિ દ્વારા લખાયા હોય એવું લાગે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ના જાન્યુઆરીમાં પણ ચોક પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર અશોકુ કુમાર પાંડેના મોબાઈલ પર ગુરૂદ્વારાને બોમ્બથી ઉડાવવાનો એસએમએસ મળ્યો હતો અને અફરાતફરી મચી હતી. જો કે તપાસ બાદ સમગ્ર મામલો એકબીજાને ફસાવવાનો હોવાનું બહાર આવ્યું હતું. જો કે આ વખતના મામલામાં પણ પોલીસ કોઈ કચાશ રાખવા માગતી નથી. પોલીસના અનુસાર તે ટૂંક સમયમાં ધમકીનો પત્ર મોકલનારની ધરપકડ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો