• Gujarati News
  • National
  • Said To Kejriwal Do Not One 100 FIR, I Will Not Be Afraid; Punjab Police Will Hold A High Court Hearing On The Detainee

તજિંદર બગ્ગા કેસ:મોહાલી કોર્ટના એરેસ્ટ વોરન્ટ સામે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યા બગ્ગા

ચંદીગઢ10 દિવસ પહેલા
  • તજિંદર બગ્ગાને દિલ્હી પોલીસે શુક્રવારે અડધી રાતે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા
  • પંજાબ અને હરિયાણા-દિલ્હી પોલીસના વિવાદની વધુ સુનાવણી મંગળવારે હાથ ધરાશે

ભાજપ નેતા તજિંદર સિંહ બગ્ગાએ મોહાલી કોર્ટના ધરપકડ વોરન્ટ સામે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી અંગે હવે સુનાવણી થશે. આ અગાઉ બગ્ગા સામે મોહાલી કોર્ટે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું હતુ. આ ધરપકડ વોરન્ટ રસપ્રદ એટલા માટે છે કારણ કે ગઈકાલે આ મુદ્દે પંજાબ પોલીસ, દિલ્હી તથા હરિયાણા પોલીસ વચ્ચે મતભેદ સર્જાયા હતા.

મોહાલીના જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રવતેશ ઈન્દ્રજીત સિંહે સ્ટેટ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આ ઓર્ડર ઈશ્યુ કર્યો છે.
મોહાલીના જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રવતેશ ઈન્દ્રજીત સિંહે સ્ટેટ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આ ઓર્ડર ઈશ્યુ કર્યો છે.

બીજી બાજુ ઘરે પરત ફર્યાં બાદ બગ્ગાએ અરવિંદ કેજરીવાલને પડકાર્યાં છે. બગ્ગાએ કહ્યું છે કે તેમની ઉપર એક નહીં પણ 100 FIR કરી દો, તેમ છતાં તેઓ ડરશે નહીં. તેઓ કાનૂની લડાઈ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.બીજી બાજુ, ભાજપ નેતા બગ્ગા કેજરીવાલના ઘરે પ્રદર્શન કરવા પહોંચ્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા પણ જોડાયા હતા. અહીં મોટી સંખ્યામાં ગોઠવવામાં આવેલી પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી છે.બીજી બાજુ બગ્ગાની ધરપકડ બાદ પંજાબ પોલીસે દિલ્હી તથા હરિયાણામાં અટકાયતની ઘટનામાં હાઈકોર્ટમાં સુનાવણી મોકૂફ રહી છે. હવે આ કેસમાં સુનાવણી મંગળવારે થશે.

બગ્ગાએ કહ્યું- અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે શ્રી ગુરુગ્રંથ સાહિબની બેઅદમી કરનારાને 24 કલાકમાં જેલમાં મોકલશું. હવે હું પુછી રહ્યો છું કે હજુ સુધી આ મુદ્દે શા માટે કંઈ થયું નથી? મારો વાંક એટલો છે કે હું તેમને દરરોજ પ્રશ્ન પૂછી રહ્યો છું. તેમને લાગે છે કેસ દાખલ કરીને મને પ્રશ્ન પૂછતો અટકાવી દેશે. કાશ્મીર પંડિતોના નરસંહારને લઈને બોલવામાં આવેલાં જુઠ્ઠાણાં અંગે માફી માગવાની માગને છોડી દેશે. અમે અટકવાવાળા અને ડરીએ તેવા નથી.

બગ્ગાના કેસને નકારવા અંગેની અરજી પર મંગળવારે સુનાવણી
મોહાલી સાઈબર ક્રાઈમ સેલમાં નોંધાયેલ કેસ અંગે તજિંદર બગ્ગાએ પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસમાં સુનાવણી હવે મંગળવારે થશે. બગ્ગાને આ કેસમાં હજુ કોઈ વચગાળાની રાહત મળી નથી.

બાગ્ગાને દિલ્હી પોલીસની સિક્યોરિટી મળી
બીજી તરફ, બગ્ગાને દિલ્હીમાં શુક્રવારે મોડી રાતે 12.35 વાગ્યે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા પછી ઘરે મોકલવામાં આવ્યા હતા. હવે બગ્ગા દિલ્હી પોલીસની સિક્યોરિટીમાં રહેશે. ઈજાને કારણે બગ્ગાને નિવેદન નોંધાવવા માટે સોમવાર સવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ઘરે પહોંચીને બગ્ગાએ કહ્યું, તે કાશ્મીર પંડિતોના મુદ્દાને ઉઠાવતા રહેશે.
ઘરે પહોંચીને બગ્ગાએ કહ્યું, તે કાશ્મીર પંડિતોના મુદ્દાને ઉઠાવતા રહેશે.

દિલ્હી-હરિયાણાએ ડિટેન કરવાનો આરોપ નકાર્યો
હાઈકોર્ટમાં ગઈકાલે થયેલી સુનાવણીમાં દિલ્હી પોલીસે પંજાબ પોલીસને ડિટેન કરવાથી ઈનકાર કર્યો હતો. દિલ્હી પોલીસના એડવોકેટ સત્યપાલ જૈને કહ્યું હતું કે પંજાબ પોલીસના કર્મચારી પોતાની મરજીથી દિલ્હીના જનકપુર પોલીસ સ્ટેશનમાં બેઠા છે. હરિયાણા પોલીસના વકીલ ચેતન મિતલે કહ્યું હતું કે કોઈને ડિટેન કરવામાં આવ્યા નથી. અમે તો પંજાબ પોલીસના અધિકારીઓને ચા અને શેરડીનો જ્યૂસ પીવડાવ્યું હતો. બગ્ગાને દિલ્હી પોલીસ લઈ ગઈ તો પંજાબ પોલીસ પણ પરત આવી ગઈ.

પંજાબ પોલીસના DSPને દિલ્હીના જનકપુરી પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવાનો આરોપ છે.
પંજાબ પોલીસના DSPને દિલ્હીના જનકપુરી પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવાનો આરોપ છે.

પંજાબનો આરોપ- DSPને દિલ્હીમાં ડિટેન કર્યા
પંજાબ સરકારે આરોપ લગાવ્યો હતો કે તજિંદર બગ્ગાની દિલ્હીમાંથી ધરપકડ કરવા દરમિયાન એક ટીમ જનકપુરી પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. તેમને દિલ્હી પોલીસે ડિટેન કર્યા, જેમાં તેમનો એક DSP સામેલ હતો. એ પછી પંજાબ પોલીસ હરિયાણા પહોંચી તો તેમને કુરુક્ષેત્રમાં રોકવામાં આવ્યા. ત્યાં પંજાબ પોલીસના SP સ્તરના અધિકારીને ડિટેન કરવામાં આવ્યા.

દિલ્હીમાં પોતાના ઘરે પહોંચીને વિક્ટ્રી સાઈન બતાવતા તજિંદર બગ્ગા.
દિલ્હીમાં પોતાના ઘરે પહોંચીને વિક્ટ્રી સાઈન બતાવતા તજિંદર બગ્ગા.

બગ્ગાને લઈને 3 રાજ્યની પોલીસ વચ્ચે ડ્રામા ચાલ્યો
તજિંદર બગ્ગાને દિલ્હી પોલીસે શુક્રવારે અડધી રાતે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમના મેડિકલ રિપોર્ટમાં ઈજા થઈ હોવાની વાત પણ સામે આવી છે. રજૂ કરવામાં આવ્યા પછી બગ્ગાને ઘરે મોકલવામાં આવ્યા હતા. કોર્ટે બગ્ગાની સુરક્ષાના આદેશ પણ આપ્યા. બગ્ગાની શુક્રવારે સવારે પંજાબ પોલીસે ધરપકડ કરી હતી.

એ પછી દિલ્હી પોલીસે કિડનેપિંગનો કેસ નોંધીને દિલ્હી કોર્ટમાંથી સર્ચ વોરન્ટ લઈ લીધું હતું, જેના આધારે બગ્ગાને હરિયાણા પોલીસ દ્વારા કુરક્ષેત્રમાં અટકાવવામાં આવ્યા. દિલ્હી પોલીસનો તર્ક છે કે બગ્ગાની ધરપકડ પહેલાં તેમને પંજાબ પોલીસ તરફથી માહિતી આપવામાં આવી નહોતી. બગ્ગા પર કાશ્મીર ફાઈલ્સ મૂવીને ટેક્સ ફ્રી કરવાના મામલામાં કેજરીવાલ પર ટિપ્પણી કરવા બાબતે પંજાબના મોહાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...