• Gujarati News
 • National
 • Taj Marriott Fares 75% Cheaper, Chardham 40% Cheaper, Famous Tourist Destinations Including Taj Mahal Are Now Opening

વર્લ્ડ ટુરિઝમ ડે:તાજ-મેરિયટનું ભાડું 75% સસ્તુંં, ચારધામ 40% ઓછા ભાવમાં, તાજમહલ સહિત પ્રસિદ્ધ પર્યટન સ્થળો હવે ખૂલવા લાગ્યાં છે

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: પ્રમોદકુમાર
યુપી સરકારે પણ 21 સપ્ટેમ્બથી તાજમહલ ખોલી દીધો. - Divya Bhaskar
યુપી સરકારે પણ 21 સપ્ટેમ્બથી તાજમહલ ખોલી દીધો.
 • પહેલાં 35 હજાર યાત્રી રોજ ચારધામ જતા હતા, આ વખતે કુલ 35 હજાર આવ્યા
 • કોરોનાના કારણે 64% લોકો આ વખતે દેશમાં જ પર્યટન પર જવા ઈચ્છે છે

લૉકડાઉન અને કોરોના મહામારીને લીધે ઠપ થઈ ચૂકેલ પર્યટન ઉદ્યોગ ધીમે ધીમે ફરી પાટે ચઢવા માંડ્યો છે. પર્યટન રાજ્ય હિમાચલની સરહદો ખોલાતા જ 20 સપ્ટેમ્બરથી મનાલીમાં પર્યટકોની હાજરી વધી છે, જ્યારે 23 તારીખથી ઉત્તરાખંડે પણ પર્યટકો પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો. યુપી સરકારે પણ 21 સપ્ટેમ્બથી તાજમહલ ખોલી દીધો. પુડ્ડુચેરીમાં ક્વૉરન્ટીન નિયમોમાં રાહત અપાતા પર્યટન શરૂ થવા લાગ્યું છે. ગોવામાં ફક્ત હોટલ બુકિંગ બતાવતાં જ પ્રવેશ અપાય છે.

આ સૌની વચ્ચે હોટલોના ભાડામાં જોરદાર ઘટાડાથી ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ પેકેજના ભાવ અડધા કરી દીધા છે. હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન અનુસાર હાલ હોટલ ટેરિફનો મતલબ જ નથી. અમે તો 40 ટકામાં પણ રૂમ બુક કરી રહ્યાં છીએ. સ્થિતિ એવી છે કે તાજ અને મેરિયટ જેવી હોટેલ 75 ટકા સુધીના ડિસ્કાઉન્ટે બુક થઇ રહી છે. જ્યારે બીજી બાજુ ઉત્તરાખંડ ટુરિઝમ વિભાગના અધિકારી પ્રદીપ ચૌહાણ અનુસાર આ વખતે ચારધામ યાત્રામાં અત્યાર સુધી કુલ 35 હજાર લોકો યાત્રા કરવા આવ્યા હતા. ભારતમાં મનાલી અને ચારધામનું યાત્રા પેકેજ પણ ગત વર્ષથી 40 ટકા સસ્તું છે, કેમ કે હાલ પર્યટક ઘરેથી બહાર નીકળતાં ખચકાય છે.

હોટલ એન્ડ રેસ્ટોરાં એસો. નોર્ધન ઈન્ડિયાના બોર્ડ મેમ્બર પ્રવીણ શર્મા જણાવે છે કે હિમાચલમાં હાલ 45 ટકા ટુરિસ્ટ પહોંચી ગયા છે. ઉત્તરાખંડમાં પણ ઈન્ક્વાયરી આવી રહી છે અને ઓક્ટોબરનું બુકિંગ પણ છે. 20 ટકા ટ્રાવેલ્સના માધ્યમથી અને 80 ટકા લોકો જાતે બુકિંગ કરાવી રહ્યા છે. ગત 7 મહિનાના નુકસાનની ભરપાઈ તો નહીં થાય પણ ઓક્ટોબરનો ખર્ચ વ્યવસાયથી કાઢી શકાશે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટરના અધ્યક્ષ પ્રણવ સરકાર કહે છે કે અમે ટુરિસ્ટ ડે કેવી રીતે સેલિબ્રેટ કરીએ.

પહેલીવાર આટલું સસ્તું પર્યટન, 60થી 75% સસ્તી હોટલો

 • હોટલનું ભાડું 60થી 75% સુધી ઘટી ગયું છે. મેરિયટ અને તાજ જેવી આલિશાન હોટલના રૂમ 4 હજારમાં મળી રહ્યા છે, જે ગત 10 વર્ષમાં આ રૂમ્સનું ભાડું 12થી 20 હજાર રૂપિયા વચ્ચે રહ્યું હતું.
 • કેરળ/ગોવાના થ્રી સ્ટાર 3 દિવસનું પેકેજ પહેલાં ક્યારેય 10 હજારથી ઓછું નહોતું તે આ વખતે 7 હજારમાં મળી રહ્યું છે. ગોવાનું 3 દિવસનું પેકેજ તો 5 હજારમાં ઓફર થઈ રહ્યું છે.

કેદારમાં આફત બાદ યાત્રા આટલી સસ્તી નહોતી થઈ

 • 10 દિવસની ચારધામ યાત્રાનું પેકેજ દર વ્યક્તિએ 30 હજાર રૂપિયાથી ઓછું નથી રહ્યું. હાલ તે 22 હજારમાં મળી રહ્યું છે.
 • પહેલીવાર છે કે દરેક પેકેજમાં અલગ અલગ ફેમિલીને અલગ અલગ મફત વાહન ઉપલબ્ધ કરાવાઈ રહ્યાં છે.
 • 20 લાખ કરોડ રૂપિયાની વાર્ષિક આવક થતી હતી પર્યટકોથી. આ વખતે કોરોનાની અસર થઇ છે. આ સેક્ટરમાં 3 કરોડ લોકો બેરોજગાર થયા છે.
 • ટુર-ટ્રાવેલ્સ કંપનીઓ સુવિધા આપી રહી છે કે લૉકડાઉનના કારણે નક્કી તારીખ પર પ્રવાસ ન કરી શકાય તો કોઈ ચાર્જ નહીં કાપવામાં આવે, ઉપરાંત બે વર્ષમાં ગમે ત્યારે પ્રવાસ કરી શકાશે.

....અને કડકાઈ પણ

 • ચારધામ યાત્રામાં એકસાથે ફક્ત 2 યાત્રીઓને રહેવા મળશે, એક હૉલમાં અનેક યાત્રીની સિસ્ટમ ખતમ કરાઈ.
 • પર્યટકોની સંખ્યા ક્યાંક વધી ન જાય તે માટે ઉત્તરાખંડની સરહદે તેમને અટકાવાઈ રહ્યાં છે અને સ્ટેડિયમ મોકલાઈ રહ્યાં છે.
 • હિમાચલમાં રોજ 5 હજાર પર્યટકોની લિમિટ છે તો સિક્કીમમાં અઢી હાજર પર્યટકોની લિમિટ સરકાર દ્વારા નક્કી કરાઈ છે.
 • તાજમહલમાં એક દિવસમાં 5 હજાર અને આગરા કિલ્લામાં 2500 લોકોને જ પ્રવેશ અપાશે. હાલ તાજ જોવા રોજ 1 હજાર પર્યટક આવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...