• Home
  • National
  • Tablighi Jamaat attendees misbehave with staffers, spit at doctors at Delhi quarantine units

આ શરમજનક છે / દિલ્હીના કોરોના કવોરન્ટીન સેન્ટરમાં જમાતીયોએ પેશાબ ભરેલી બોટલ ફેંકી, મેડિકલ સ્ટાફ પર થૂંક્યા, કેસ નોંધાયો

દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝ મસ્જિદમાં માર્ચમાં ધાર્મિક કાર્યક્રમ થયો હતો. તેમાં 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા.
દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝ મસ્જિદમાં માર્ચમાં ધાર્મિક કાર્યક્રમ થયો હતો. તેમાં 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા.
X
દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝ મસ્જિદમાં માર્ચમાં ધાર્મિક કાર્યક્રમ થયો હતો. તેમાં 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા.દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝ મસ્જિદમાં માર્ચમાં ધાર્મિક કાર્યક્રમ થયો હતો. તેમાં 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા.

  • જમાતીયોની ગેરવર્તણૂકની ઘટનાઓ દિલ્હીના દ્વારકા અને બકકરવાલા સેન્ટરની છે
  • મરકઝ મામલે મૌલાના સાદ સહિત તમામ 7 આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જુઓ, બે હજાર જમાતીયોના મોબાઈલ નંબર સર્વેલન્સ પર

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 01:10 PM IST

કવોરન્ટીન સેન્ટરમાં દાખલ તબલીઘ જમાતીયોના મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂક થયા હોવાના સમાચારો સતત સામે આવી રહ્યા છે. દિલ્હીના દ્વારકામાં આવેલા ક્વોરેન્ટાઇટ સેન્ટરમાં જમાતીયોએ પેશાબની બોટલ ફેંકી હતી. બકકરવાલા સેન્ટરમાં એક જમાતીએ તબીબી કર્મચારીઓ પર થૂંક્યું હતું. ફરિયાદના પગલે પોલીસે બંને કેસમાં એફઆઈઆર નોંધી છે. દ્વારકા સેક્ટર -16માં 198 અને બકકરવાલામાં  120 જમાતી કવોરન્ટીન છે. દ્વારકા સેક્ટર 16માં આવેલા કવોરન્ટીન સેન્ટર ખાતે ફરજ નિભાવી રહેલા સિવિલ ડિફેન્સ સ્ટાફને પમ્પ હાઉસની અગાસી પર 3 બોટલ મળી હતી. તેમાંથી એક પેશાબથી ભરેલી હતી. તેની ફરિયાદ સેન્ટર ઇન્ચાર્જને મળ્યા બાદ દ્વારકા ઉત્તર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

દિલ્હી: 24 કલાકમાં કોરોનાના 93 નવા કેસ, બધા મરકઝથી સંબંધિત

દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજધાનીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 669 પર પહોંચી ગઈ છે. તેમાંથી 426 નિઝામુદ્દીન મરકઝ સાથે સંકળાયેલા છે. તે જ સમયે, વિદેશથી પરત ફરેલા અને તેમનાથી સંક્રમિત થનારની સંખ્યા 214 થઈ ગઈ છે. તેમાં 11 લોકોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમના ચેપનું પ્રથમ કારણ જાણી શકાયું નથી. જેના કારણે સંક્રમિતોની સંખ્યા 40થી ઘટીને 29 થઈ ગઈ છે.

બુધવારે દિલ્હી સરકારના આરોગ્ય સેવાઓનાં મહાનિર્દેશક દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 93 નવા દર્દીઓ મળી આવ્યા. તે બધા નિઝામુદ્દીન મરકઝ સાથે સંકળાયેલા છે. તે જ સમયે, 20 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા છે અને ઘરે ગયા છે. એક વ્યક્તિ વિદેશ ગયો છે. કોરેનાથી સંક્રમિત 9 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં, 558 લોકો હોસ્પિટલમાં દાખલ છે.

1052 લોકો વિવિધ હોસ્પિટલોમાં દાખલ થયા
દિલ્હી સરકારની વિવિધ હોસ્પિટલોમાં 1052 દર્દીઓ દાખલ થયા છે. તેમાં 558 કોરોના પોઝિટિવ છે. તે જ સમયે, 28 દર્દીઓ આઇસીયુ અને 6 વેન્ટિલેટર પર છે. 15 દર્દીઓ ઓક્સિજન પર છે. એલએનજેપીમાં 121, આરજીએસએચમાં 97, જીટીબીમાં 33, ડીડીયુમાં 33, બીએસએમાં 10, આરએમએલમાં 22 દાખલ છે.

મરકઝમાં ક્રાઇમ બ્રાંચે તપાસ કરી હતી

ક્રાઇમ બ્રાંચની ટીમ બુધવારે ફરી એકવાર મરકઝ પહોંચી હતી, જ્યાં તેઓ ઘણી તપાસ કરીને પરત ફર્યા હતા. દરમિયાન પોલીસે મૌલાના સદ સહિતના સાત આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી છે. આ અંગે એરપોર્ટના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો કહે છે કે મરકઝ પાસેથી કેટલાક રજિસ્ટર મળી આવ્યા છે. તેમાં ઘણું બધું ઉર્દુમાં લખાયું હોવાથી ટ્રાન્સલેટરની મદદ લેવામાં આવી રહી છે.

પોલીસે મરકઝમાં આવેલા બે હજાર જમાતીયોના મોબાઈલ નંબર સર્વેલન્સ પર મુક્યા છે. આગામી દિવસોમાં આ કેસને ધ્યાનમાં રાખીને, તે તમામ લોકોને નોટિસ આપવામાં આવશે અને તપાસમાં સામેલ કરવામાં આવશે, જે અંગે પોલીસે માહિતી ભેગી કરવી છે.

પોલીસ મૌલાના સાદને શોધી રહી છે

મૌલાના મોબાઇલનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેના નજીકના સબંધી વિશેની માહિતી ભેગી કરીને પોલીસે તેમનો મોબાઈલ નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો. તે જ નંબર પરની વાતચીતથી પોલીસને જાણ થઈ કે મૌલાના જાકીર નગરમાં એક મકાનમાં છે. અગાઉ, મૌલાના એડવોકેટ શાહિદ અલીએ પણ દાવો કર્યો હતો કે તે ફરાર નથી, પરંતુ ડોકટરની સલાહ પર 14 દિવસ માટે કવોરન્ટીન છે.

મૌલાના વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ પોલીસની ટીમે સહારનપુર સ્થિત તેના સાસરિયાઓથી યુપી શામલીના તેના પૂર્વજોના મકાન કાંઘલા પર દરોડા પાડ્યા હતા. તેઓ કેસના શરૂઆતી દિવસોમાં ઝાકિર નગર અને નિઝામુદ્દીન વિસ્તારમાં મળ્યા ન હતા. ક્રાઇમ બ્રાંચની લગભગ દસ સભ્યોની ટીમે આજે ફરી મરકઝ સેન્ટર ખાતે તપાસ કરી હતી. તે દરમિયાન મહિલા પોલીસ કર્મચારી પણ સાથે હતી. આ બાબતે ક્રાઈમ બ્રાંચનો કોઈ અધિકારી સત્તાવાર રીતે કંઇપણ બોલવા તૈયાર નથી. તેમની એકમાત્ર દલીલ છે કે કેસની તપાસ પ્રારંભિક તબક્કે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી