સ.પા.માં સ્વાગત:સ્વામી પ્રસાદ અને ધર્મસિંહ સહિત 8 ધારાસભ્યો SPમાં જોડાયા, મૌર્યએ કહ્યું- હું જેનો સાથ છોડુ છું, તે ખોવાઈ જાય છે, માયાવતી તેનું ઉદાહરણ છે

લખનઉ4 મહિનો પહેલા
  • સપામાં જોડાતાની સાથે જ મૌર્યએ ભાજપ પર પ્રહારો કર્યા હતા

યોગી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સ્વામી પ્રસાદ મૌર્ય અને ધર્મસિંહ સૈની શુક્રવારે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે ભાજપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અમરસિંહ ચૌધરી, ભગવતી સાગર, બ્રજેશ પ્રજાપતિ, રોશન લાલ વર્મા, દિનેશ શાક્ય, મુકેશ વર્મા પણ સપાના મંચ પર હાજર રહ્યા હતા. લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં અખિલેશ યાદવની હાજરીમાં સ્વામી પ્રસાદ મૌર્ય એસપીમાં જોડાયા છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું- યુપી બીજેપીના શોષણથી મુક્ત કરાવીશું
પ્રેસ કોન્ફરન્સ પહેલા સ્વામી પ્રસાદ મૌર્યનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપે દેશ અને રાજ્યના લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમને શોષણના શિકાર બનાવવામાં આવ્યા છે. હવે ભાજપ સરકારનો ખાત્મો કરીને યુ.પીને ભાજપનાં શોષણથી મુક્ત કરાવીશું.

સપામાં જોડાતાની સાથે જ મૌર્યએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. મૌર્યએ કહ્યું- હું અખિલેશ સાથે મળીને ભાજપનો ખાત્મો કરીશ. અખિલેશ યુવાન છે. શિક્ષિત છે. મૌર્યએ વધુમાં કહ્યું, હું બીજી એક વાત કહીશ - હું જેનો સાથ છોડુ છું તે ખોવાઈ જાય છે. તેનું ઉદાહરણ બહેનજી છે. તેમને અભિમાન આવી ગયુ હતુ. બાબા ભીમરાવને ભૂલી ગયા. કાશીરામને ભૂલી ગયા. જ્યારે મેં સાથ છોડી દીધો ત્યારે તેમનું શું થયું...

ધર્મસિંહ સૈનીએ કહ્યું કે અખિલેશ ભવિષ્ય નહીં પરંતુ હવે તેઓ સીએમ છે. તેમણે કહ્યું કે જો કોવિડ અને આચારસંહિતા ન હોત તો 10 લાખની રેલી દ્વારા તમને સન્માનીત કરવામાં આવ્યા હોત. તેમણે કહ્યું કે રાજ્યના દલિતો અને પછાત વર્ગોએ તમને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યાંથી આવી રહ્યા છીએ, તેનાથી અનેક ગણું વધારે સન્માન મળી રહ્યુ છે.

સપાના મંચ પર આવેલા ભાજપના નેતાઓને લાલ પાઘડી અને ટોપી પહેરાવવામાં આવી હતી.
સપાના મંચ પર આવેલા ભાજપના નેતાઓને લાલ પાઘડી અને ટોપી પહેરાવવામાં આવી હતી.

2 મંત્રીઓ અને 6 ધારાસભ્યો આજે સપામાં જોડાયા
ભાજપમાંથી રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય સહીત 2 મંત્રીઓ અને 6 ધારાસભ્યો આજે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. ધર્મસિંહ સૈની પણ આજે જ સપામાં જોડાયા છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પ્રવૃત્તિઓ પણ તેજ બની રહી છે. આજે સ્વામી પ્રસાદ મૌર્ય જેમણે ભાજપ છોડી દીધું છે, અને હવે તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. આ સિવાય આજે ભારતીય જનતા પાર્ટીએ યુપી ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર શકે છે.

કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા

સપાની ઓફિસની બહાર કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
સપાની ઓફિસની બહાર કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

દારા સિંહ ચૌહાણ પણ આજે SPમાં નહીં જોડાય.
દારા સિંહ ચૌહાણ હવે 20 તારીખે SPમાં જોડાઈ શકે છે. આજે સ્વામી પ્રસાદ મૌર્ય અને ધર્મસિંહ સૈની સપામાં જોડાયા છે. એસપી સૂત્રોના જણાવ્યા અનુસાર દારા સિંહ આજના બદલે 20 જાન્યુઆરીએ તે પોતાના સમર્થકો સાથે પાર્ટીમાં જોડાશે.

સ્વામી પ્રસાદ મૌર્યના ઘરની બહાર સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ છે.
સ્વામી પ્રસાદ મૌર્યના ઘરની બહાર સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ છે.

ભાજપના 8 ધારાસભ્યો સપામાં જોડાયા છે
સમાજવાદી પાર્ટીમાં આજે કુલ 8 નેતાઓ જોડાયા છે. તેમાં 2 મંત્રીઓ (સ્વામી પ્રસાદ અને ધર્મસિંહ સૈની) અને 6 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સ્વામી પ્રસાદ મૌર્યના ઘરની બહાર સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...