ઘાટીમાં આતંકી હુમલા વધ્યા:ભારતીય સેનાને શંકા- પાકિસ્તાની સેનાના કમાન્ડો આપી રહ્યા છે આતંકવાદીઓને તાલીમ

શ્રીનગર/જમ્મુ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી ઘૂસણખોરી અને એન્કાઉન્ટરનો સિલસિલો ચાલી રહ્યો

છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી હુમલા અને કાવતરામાં અચાનક વધારો થયો છે. 6 દિવસમાં ભારતીય સેનાના 2 જુનિયર કમિશ્ડ અધિકારી સહિત કુલ 9 સૈનિકો શહીદ થયા હતા. ભારતીય સેના અને જમ્મુ -કાશ્મીર પોલીસને શંકા છે કે જંગલોમાં હાજર કેટલાક આતંકવાદીઓને પાકિસ્તાની સેનાના કમાન્ડો દ્વારા તાલીમ અને ઘૂસણખોરી કરાવવામાં આવી રહી છે. આતંકવાદી હુમલામાં કેટલાક બિન-કાશ્મીર મૂળના લોકો પણ માર્યા ગયા છે.

પૂંછમાંથી કડીઓ મળી આવી
પૂંછના જંગલોમાં લગભગ 8 દિવસથી ઘૂસણખોરી અને એન્કાઉન્ટરનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સેના પર આ સૌથી ઘાતક હુમલા છે. સેના અને પોલીસને શંકા છે કે આ વિસ્તારમાં હાજર આતંકવાદીઓને પાકિસ્તાની સેનાના કમાન્ડો દ્વારા તાલીમ આપવામાં આવી છે, એટલે જ તેઓ ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યા છે. આ 8 દિવસોમાં સેનાની જવાબી કાર્યવાહીમાં કેટલા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે, તે હજુ સ્પષ્ટ નથી કારણ કે આ આતંકવાદીઓના મૃતદેહ મળ્યા નથી.

આતંકવાદીઓ સામે પોઝિશન લેતા ભારતીય સૈનિકો.
આતંકવાદીઓ સામે પોઝિશન લેતા ભારતીય સૈનિકો.

ગાઢ જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
પૂંછના આ વિસ્તારમાં લગભગ 9 કિમીનું ગાઢ જંગલ છે. તેને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે, સાથે ફાયરિંગ પણ ચાલી રહ્યું છે. 10 ઓક્ટોબરે એન્કાઉન્ટરમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. તેમાં એક JCO પણ સામેલ હતા. એન્કાઉન્ટર ડેરા વાલી ગલીમાં થયું હતું જે પૂંછ જિલ્લાનો એક ભાગ છે અને LOCની નજીક છે.

પૂંછના લગભગ 9 કિમીના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પૂંછના લગભગ 9 કિમીના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હુમલાખોરોમાં પાકિસ્તાની કમાન્ડો સામેલ હોવાની આશંકા
15 ઓક્ટોબરના રોજ આતંકીઓએ આ જ વિસ્તાર નજીક સર્ચ ઓપરેશન દરમિયાન હુમલો કર્યો હતો. આ નાર ખાસનો વિસ્તાર છે. જેમાં એક JCO સહિત બે જવાનો શહીદ થયા હતા. બે દિવસ પછી તેમના મૃતદેહ મળ્યા હતા. આ આતંકવાદીઓ હુમલો કર્યા બાદ હજારો સૈનિકોની હાજરીમાં પણ ભાગી જાય છે. એટલા માટે ભારતીય સુરક્ષા દળોને લાગે છે કે તેઓ પાકિસ્તાની કમાન્ડો પાસેથી તાલીમ લઈને આવ્યા છે. આટલું જ નહીં, એવી પણ આશંકા છે કે આ આતંકવાદીઓમાં ખુદ પાકિસ્તાની કમાન્ડો પણ સામેલ હોઈ શકે. જો તેઓ માર્યા ગયા હોય અથવા પકડાયા હોય તો જ આની પુષ્ટિ થશે. હાલમાં આ આતંકીઓને એક વિસ્તારમાં ઘેરી લેવાની રણનીતિ પર કામ ચાલી રહ્યું છે. આ માટે પેરા કમાન્ડો અને હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...