તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગપુર:પ્રેમ સંબંધની શંકામાં‌ મિત્રતાનો લોહિયાળ અંત, છરીના ઘા મારી મિત્રની કરી હત્યા

3 મહિનો પહેલા

નાગપુરના શિવાનીનગરની કમકમાટભરી ઘટના સામે આવી છે. અહીં ધોળા દિવસે પત્ની સાથે પ્રેમ સંબંધની શંકામાં મિત્રતાનો લોહિયાળ અંત આવ્યો હતો. ગોલુ નામના યુવકે તેના મિત્ર યોગેશને પ્રેમ સંબંધ અંગે વાત કરવા બોલાવ્યો હતો. એવામાં વાત વણસી જતાં નાળાની વચ્ચો વચ્ચ એક યોગેશ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગોલુ નામનો યુવક યોગેશ નામના યુવકને બેફામ છરીના ઘા મારી રહ્યો છે. યોગેશ હુમલાથી બચવાનો પ્રયત્ન કરે છે, પણ ગોલુ તેને સતત છરીના ઘા મારતો રહે છે. બીજી તરફ કિનારે ઊભેલાં લોકોમાંથી એક યુવક નાળામાં જઈને યોગેશને બચાવવાનો પ્રયત્ન કરે છે. બચાવવા આવેલો યુવક ગોલુ પાસેથી છરી ઝૂંટવી લે છે. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ યોગેશ લોહિલૂહાણ હાલતમાં પાણીમાં ઊંધા માથે ડૂબી જાય છે અને જોતજોતામાં તેનું મોત થાય છે. આ ઘટના સામે આવતાં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...